તે પોતાની ટીમના મેમ્બર અનુપ સુર્વેનાં લગ્નમાં હાજરી આપવા દાદરથી રત્નાગિરી ગઈ હતી
અનુપ સુર્વેનાં લગ્નમાં નોરા ફતેહી
ઍક્ટ્રેસ નોરા ફતેહીએ તાજેતરમાં ભારતમાં પહેલી વાર ટ્રેનમાં પ્રવાસ કર્યો હતો. તે પોતાની ટીમના મેમ્બર અનુપ સુર્વેનાં લગ્નમાં હાજરી આપવા દાદરથી રત્નાગિરી ગઈ હતી.
ADVERTISEMENT
દાદર સ્ટેશન પર, ટ્રેનમાં, રત્નાગિરી સ્ટેશન પર
રત્નાગિરી જઈને નોરાએ પહેલાં અનુપની હલ્દી સેરેમનીમાં ભાગ લીધો હતો અને પછી તેનાં લગ્ન પણ માણ્યાં હતાં.
હલ્દી સેરેમની, દુલ્હા સાથે ડાન્સ
અનુપ સાત-આઠ વર્ષથી નોરાની ટીમમાં છે અને તેની ફોટોગ્રાફી અને વિડિયોગ્રાફી કરે છે. તેનાં લગ્ન તો ૧૪ ડિસેમ્બરે થઈ ગયાં હતાં, પણ નોરાએ તેનાં લગ્ન માટે રત્નાગિરીની ટ્રેન-જર્ની કરી અને ત્યાં જઈને કઈ રીતે હલ્દી સેરેમનીમાં ભાગ લીધો એનો વિડિયો હાલમાં જ શૅર કર્યો છે.
ભેટમાં મળી સાડી
ટ્રેનની મુસાફરી માટે નોરા ચહેરો ઢાંકીને ગઈ હતી જેથી કોઈ ઓળખે નહીં. હલ્દી સેરેમનીમાં તેને અનુપના પરિવાર તરફથી સાડી ભેટ આપવામાં આવી હતી.