આ ફિલ્મમાં તેની સાથે ધ્રુવ સરજા, સંજય દત્ત, શિલ્પા શેટ્ટી કુન્દ્રા, રમેશ અરિવિંદ અને વી. રવિચન્દ્રન પણ લીડ રોલમાં છે.
નોરા ફતેહી
નોરા ફતેહી ‘KD- ધ ડેવિલ’માં જોવા મળવાની છે. આ ફિલ્મમાં તેની સાથે ધ્રુવ સરજા, સંજય દત્ત, શિલ્પા શેટ્ટી કુન્દ્રા, રમેશ અરિવિંદ અને વી. રવિચન્દ્રન પણ લીડ રોલમાં છે. આ ફિલ્મ ૧૯૭૦ના દાયકામાં બૅન્ગલોરમાં ઘટેલી સત્ય ઘટના પર આધારિત છે. ફિલ્મની સ્ટોરી અપરાધીઓની આસપાસ ફરશે. આ ફિલ્મ હિન્દી, તામિલ, મલયાલમ, કન્નડ અને તેલુગુમાં રિલીઝ થવાની છે. ફિલ્મને પ્રેમ ડિરેક્ટ કરે છે અને KVN પ્રોડક્શન્સે એને પ્રેઝન્ટ કરી છે. આ ફિલ્મમાં નોરાની એન્ટ્રી થતાં એનો લુક KVN પ્રોડક્શન્સે ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યો છે.