‘હેરાફેરી 3’ને લઈને ચિંતિત સુનીલ શેટ્ટીનું માનવું છે કે નઝર ના લગે કિસી કી. ફિલ્મનું શૂટિંગ હજી શરૂ નથી થયું. ફિલ્મની જાહેરાત બાદ એને લઈને ઘણો વિવાદ પણ થયો હતો. આ ફિલ્મ ૨૦૦૦માં આવેલી ‘હેરાફેરી’ની ફ્રૅન્ચાઇઝી છે.
સુનીલ શેટ્ટી
‘હેરાફેરી 3’ને લઈને ચિંતિત સુનીલ શેટ્ટીનું માનવું છે કે નઝર ના લગે કિસી કી. ફિલ્મનું શૂટિંગ હજી શરૂ નથી થયું. ફિલ્મની જાહેરાત બાદ એને લઈને ઘણો વિવાદ પણ થયો હતો. આ ફિલ્મ ૨૦૦૦માં આવેલી ‘હેરાફેરી’ની ફ્રૅન્ચાઇઝી છે. ૨૦૦૬માં ‘ફિર હેરાફેરી’ આવી હતી. આ ફ્રૅન્ચાઇઝીના ત્રીજા પાર્ટમાં પરેશ રાવલ અને અક્ષયકુમાર પણ લીડ રોલમાં દેખાશે. ફિલ્મ વિશે સુનીલ શેટ્ટીએ કહ્યું કે ‘અમે પ્રોમો શૂટ કર્યું છે. ફિલ્મની શરૂઆત થાય એની અમે રાહ જોઈ રહ્યા છીએ. આશા છે કે નજર ન લાગે કોઈની.’
પરેશ રાવલ અને અક્ષયકુમાર વિશે સુનીલ શેટ્ટીએ કહ્યું કે ‘હું હંમેશાંથી અક્ષયકુમાર અને પરેશ રાવલજીના સંપર્કમાં છું. પરેશજી અને હું અતિશય ક્લોઝ છીએ. અક્કી અને હું કદાચ ભાગ્યે જ મળીએ છીએ, પરંતુ અમે પણ એકબીજાની ખૂબ નજીક છીએ. આજે બૉલીવુડમાં તે અતિશય ફિટ ઍક્ટર છે. ૧૬ વર્ષ ક્યાં પસાર થઈ ગયાં એનો એહસાસ જ ન થયો. આ એક સારી વાત છે કે અમે ફરીથી ‘હેરાફેરી 3’માં સાથે આવવાના છીએ.’