હાર્દિક પંડ્યા સાથેના ડિવૉર્સ પછી પહેલી વાર બોલી નતાશા સ્ટૅન્કોવિચ- કહે છે કે જો મારે બધાને ખુશ રાખવા હોય તો હું આઇસક્રીમ વેચીશ
હાર્દિક પંડ્યા, નતાશા સ્ટૅન્કોવિચ દીકરા સાથે
જુલાઈ મહિનામાં ક્રિકેટર હાર્દિક પંડ્યા સાથે છૂટાછેડા લીધા બાદ નતાશા સ્ટૅન્કોવિચે કહ્યું હતું કે ‘લોકો મારા વિશે શું વિચારે છે એનાથી મને કોઈ અસર પડતી નથી. લોકો મારા વિશે શું વિચારે છે એ બાબતે હું એકદમ શાંત રહું છું. મને ખબર છે કે મેં જીવનમાં કેટલું કર્યું છે અને હું ક્યાંથી આવી છું. કોઈ મને તોડી શકે નહીં. મારે જો બધાને ખુશ રાખવા હોય તો હું કદાચ આઇસક્રીમ વેચવા જઈશ.’
પુત્ર અગસ્ત્ય સાથે ભારત પાછી ફરેલી ઍક્ટ્રેસ-મૉડલ નતાશા ભૂતપૂર્વ પતિ હાર્દિક પંડ્યા સાથે પુત્ર માટે કો-પેરન્ટિંગ કરશે. તેણે તેની પ્રાઇવેટ લાઇફ વિશે વાત કરી હતી અને પ્રાઇવેટ લાઇફને પ્રાઇવેટ રાખવા માટે વિનંતી કરી હતી.
ADVERTISEMENT
નતાશાએ કહ્યું કે અમે હમણાં પણ ફૅમિલી છીએ, મારા પુત્રને અમે બેઉ (મમ્મી-પપ્પા) જોઈએ છે. હાર્દિક પંડ્યા સાથે લગ્ન કર્યા બાદ તે ફિલ્મો અને બીજા કૉન્ટ્રૅક્ટથી દૂર રહી હતી. ડિવૉર્સ બાદ તે ભારતથી વિદેશ જતી રહી હતી અને હવે પાછી ફરી છે. તેણે ડિવૉર્સ વિશે ચુપકીદી સાધી છે.
જોકે તેણે હવે જણાવ્યું છે કે તે ભારત છોડીને જવાની નથી. હવે બધું નૉર્મલ થઈ રહ્યું છે અને તે હવે કામ શોધી રહી છે. તે કહે છે, ‘લોકોને એવું લાગે છે કે હું હવે કામ નહીં કરું, પણ એવું નથી. હું અગસ્ત્યને લઈને સર્બિયા પાછી જવાની નથી. હું પાછી કેવી રીતે જઈ શકું? મારો એક પુત્ર છે અને તે મુંબઈમાં ભણે છે. તે અહીં જ જન્મ્યો છે અને તેનો પરિવાર અહીં જ રહે છે. હું અને હાર્દિક ફૅમિલી છીએ. અમારો એક પુત્ર છે અને તે હંમેશાં અમને એક પરિવારનો અહેસાસ કરાવતો રહેશે. મેં હજી કોઈ નિર્ણય લીધો નથી, પણ અગસ્ત્યને મમ્મી-પપ્પા બેઉ જોઈએ છે.’