સંજય લીલા ભણસાલીએ તેમની આગામી સિરીઝ ‘હીરા મંડી’ની ઑફર મુમતાઝને કરી હતી પરંતુ મુમતાઝે એ ઑફર સ્વીકારી નહીં
મુમતાઝ
સંજય લીલા ભણસાલીએ તેમની આગામી સિરીઝ ‘હીરા મંડી’ની ઑફર મુમતાઝને કરી હતી પરંતુ મુમતાઝે એ ઑફર સ્વીકારી નહીં. વીતેલા જમાનાની ખૂબસૂરત અદાકારાને કમબૅક કરવાની ઇચ્છા હોય એવું નથી લાગતું. એવું કહેવાય છે કે આ સિરીઝમાં તેમને મુજરો કરવાનો હતો પરંતુ તેમણે જણાવ્યું કે તેમના હસબન્ડને એ પસંદ નથી કે આ ઉંમરે તે મુજરા કરે. વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ નેટફ્લિક્સ પર આવનારી આ સિરીઝમાં ૭ એપિસોડ રહેશે. એનો પહેલો એપિસોડ સંજય લીલા ભણસાલીએ ડિરેક્ટ કર્યો છે. એનો બીજો એપિસોડ પણ તે ડિરેક્ટ કરશે એવી શક્યતા છે. તો અન્ય એપિસોડ તેમના અસિસ્ટન્ટ વિભુ પુરી ડિરેક્ટ કરશે. સંજય લીલા ભણસાલીએ પોતાની જાતને ‘હીરા મંડી’ બનાવવામાં ઓતપ્રોત કરી નાખ્યા છે. આ પ્રોજેક્ટ તેમના દિલની ખૂબ નજીક છે. એવામાં મુમતાઝને ફરીથી ઍક્ટિંગ કરતાં જોવાં એક લહાવો હોત.


