જૅકલિન ફર્નાન્ડિસે કોર્ટમાં કહ્યું હતું કે `હું મારા કામને લઈ વિદેશ આવન-જાવન કરતી રહેતી હોઉં છું, પરંતુ મને રોકવામાં આવી છે.
જૅકલિન ફર્નાન્ડિસ
મની લોન્ડ્રિંગ કેસ (Money Laundring Case)માં બૉલિવૂડ અભિનેત્રી જૅકલિન ફર્નાન્ડિસ (jacqueline Fernandez)ની રેગ્યુલર જામીન અરજી પર આજે પટિયાલા હાઉસ કોર્ટમાં સુનાવણી કરવામાં આવી છે. જેને લઈ અભિનેત્રી કોર્ટ પહોંચી હતી. કોર્ટમાં સુનાવણી દરમિયાન જૅકલિન ફર્નાન્ડિસે ED પર પરેશાન કરવાનો આક્ષેપ લગાવ્યો છે. આ સાથે તેણે કહ્યું છે કે તેના પર લગાવાયેલા તમામ આરોપ નિરાધાર છે. આ મામલે હવે સુનાવણી પૂર્ણ થઈ ગઈ છે, કોર્ટે પોતાનો ચુકાદો સુરક્ષિત રાખ્યો છે.
જૅકલિન ફર્નાન્ડિસે કોર્ટમાં કહ્યું હતું કે `હું મારા કામને લઈ વિદેશ આવન-જાવન કરતી રહેતી હોઉં છું, પરંતુ મને રોકવામાં આવી છે. ગત વર્ષે જાન્યુઆરીમાં હું મારી માતાને મળવા જઈ રહી હતી, પરંતુ મને રોકવામાં આવી.` અભિનેત્રીએ કોર્ટમાં ઉમેર્યુ કે આ મામલે તેણીએ તપાસ એજન્સીને મેઈલ પણ કર્યો હતો, પરંતુ તેમનો કોઈ જવાબ આવ્યો નહોતો.
ADVERTISEMENT
કોર્ટમાં સુનાવણી દરમિયાન જૅકલિનના વકીલે કહ્યું કે તેણે કંઈ જ નથી કર્યુ. તેમજ તે તપાસમાં સહકાર આપી રહી છે. પરંતુ ED આ મામલે તેણીને હેરાન કરી રહી છે. અભિનેત્રીના વકીલે વધુમાં જણાવ્યું કે જૅકલિને ખુદ આ મામલે સરેન્ડર કર્યુ છે અને કોર્ટે તેણીને વચગાળાના જામીન પણ આપી દીધા છે.
આ પણ વાંચો: શું મલાઈકા અને અર્જુનના લગ્નની છે તૈયારી? કે પછી છે પ્રમોશનલ સ્ટંટ, જુઓ પોસ્ટ
જ્યારે કોર્ટમાં સુનાવણી દરમિયાન EDના વકીલે કહ્યું કે તમે પિક એન્ડ ચુઝની નીતિ કેમ અપનાવી રહ્યા છો. EDએ કોર્ટને વધુમાં જણાવ્યું કે જ્યારે જૅકલિનનો સામનો પુરાવા સાથે કરાવવામાં આવ્યો ત્યારે તેણે હકીકત જણાવી. EDએ કોર્ટને એ પણ જણાવ્યું કે જૅકલિન એક વિદેશી નાગરિક છે અને તેનો પરિવાર શ્રીલંકામાં રહે છે. EDએ કોર્ટને જણાવ્યું કે ડિસેમ્બર 2021માં જૅકલિને ભાગવાનો પ્રયાસ પણ કર્યો હતો.
એ જ EDનું આ નિવેદન સાંભળીને કોર્ટે સવાલ કર્યો કે જો તમારી પાસે જૅકલિન વિરુદ્ધ પૂરતા પુરાવા છે તો તમે તેની ધરપકડ કેમ ન કરી? કોર્ટે EDને પૂછ્યું કે તમે LOC જારી કર્યું છે પરંતુ ધરપકડ કેમ નથી કરી.
આ પણ વાંચો: Ashutosh Rana: ક્યારેક કિન્નર તો ક્યારેક શબનમ મૌસી બની દર્શકોને કર્યા છે અભિભૂત
EDના વકીલે આરોપ લગાવ્યો કે અમે અમારી આખી જીંદગીમાં 50 લાખ રૂપિયા એકસાથે જોયા નથી, પરંતુ જેકલિને માત્ર તેની મજા માટે 7.14 કરોડ રૂપિયા ખર્ચ્યા. EDએ કહ્યું કે જૅકલિન દેશ છોડવા માટે તમામ યુક્તિઓ અપનાવી કારણ કે તેની પાસે પૈસાની કોઈ કમી નથી. EDના વકીલે સુપ્રીમ કોર્ટના નિર્ણયને ટાંકીને જણાવે છે કે આર્થિક ગુનામાં સંડોવાયેલા આરોપીઓ જેવી રીતે દેશને નુકસાન પહોંચાડીને દેશ છોડીને ભાગી ગયા છે.