કરીના કપૂર ખાન અને આયુષમાન ખુરાના જોવા મળી શકે છે મુખ્ય ભૂમિકાઓમાં
મેઘના ગુલઝાર
ફિલ્મમેકર મેઘના ગુલઝાર રિયલ લાઇફ સ્ટોરી ‘દાયરા’ બનાવશે અને એમાં કરીના કપૂર ખાન અને આયુષમાન ખુરાના જોવા મળે એવી શક્યતા છે. આ ફિલ્મ ૨૦૧૯માં હૈદરાબાદમાં થયેલા ચાર જણના એન્કાઉન્ટર પર આધારિત છે જેમના પર બળાત્કારનો આરોપ હતો. તેમણે વેટરિનરી ડૉક્ટર પર બળાત્કાર કરીને તેની નિર્દયતાથી હત્યા કરી હતી. આ જ સ્ટોરીને લોકો સુધી પહોંચાડવા માટે મેઘના ગુલઝાર ફિલ્મ બનાવી રહી છે. એની સ્ટોરી ગીતકાર-ડિરેક્ટર ગુલઝારે લખી છે. ફિલ્મ માટે કરીના અને આયુષમાન સાથે ચર્ચા ચાલી રહી છે. તેમણે સ્ટોરી વાંચી અને એ કેસની જે માહિતી મળી એનાથી તેઓ ચોંકી ગયા હતા. બન્નેએ ફિલ્મ માટે હા પાડી છે અને કૉન્ટ્રૅક્ટ ફાઇનલ થવાનો બાકી છે. ફિલ્મને ૨૦૨૫માં રિલીઝ કરવાની હોવાથી આ વર્ષે એનું શૂટિંગ શરૂ કરવામાં આવશે. અગાઉ ‘તલવાર’, ‘સૅમ બહાદુર’ અને ‘રાઝી’ બનાવી ચૂકેલી મેઘના ગુલઝારે ‘દાયરા’ માટે ખૂબ રિસર્ચ કર્યું છે. એ ઘટનાને લઈને મેઘના પણ ખૂબ ઇમોશનલ થઈ હતી.

