મહિનાના દોઢ લાખ રૂપિયાના ભાડે તેણે પાલી હિલનું ઘર એક ડિઝાઇનરને આપ્યું
મલાઇકા અરોરા
મલાઇકા અરોરાએ તેની વધુ એક પ્રૉપર્ટી રેન્ટ પર આપી છે. બાંદરાના પાલી હિલમાં આવેલો તેનો આ અપાર્ટમેન્ટ ડિઝાઇનર કશિશ હંસને તેણે ભાડા પર આપ્યો છે. આ અપાર્ટમેન્ટ માટે ત્રણ વર્ષનો કૉન્ટ્રૅક્ટ કરવામાં આવ્યો છે અને એ માટે ૪.૫ લાખ રૂપિયાની ડિપોઝિટ પણ આપવામાં આવી છે. દર વર્ષે પાંચ ટકા રેન્ટમાં વધારો કરવામાં આવશે. તેમની વચ્ચે આ ડીલ ૨૯ એપ્રિલે થઈ હતી. મલાઇકાની મુંબઈમાં ઘણી પ્રૉપર્ટી છે. તેણે ૨૦૨૨માં ચાર વર્ષના કૉન્ટ્રૅક્ટ પર બાંદરામાં આવેલું તેનું અન્ય એક ઘર ભાડે આપ્યું હતું. આ ઘરનું ભાડું એ સમયે મહિને ૧.૨૦ લાખ રૂપિયા રાખવામાં આવ્યું હતું. મલાઇકા હાલમાં બાંદરામાં આવેલા તેના જે ઘરમાં રહે છે એની કિંમત ૧૪.૫૦ કરોડ રૂપિયા છે.

