ક્રિશ 4માં વિલન બનવું મને ગમશે: લવ સિંહા
ઍક્ટર-પૉલિટિશ્યન લવ સિંહાનું કહેવું છે કે તેને હવે સુપરવિલન બનવું છે. બૉલીવુડમાં કરીઅર બરાબર ન ચાલતાં તેણે બિહાર ઇલેક્શનમાં ઝંપલાવ્યું હતું. જોકે એમાં પણ ન ચાલતાં તે હવે ફરી બૉલીવુડમાં કરીઅર બનાવવા નજર કરી રહ્યો છે. સોનાક્ષી સિંહાનો ભાઈ અને શત્રુઘ્ન સિંહાના દીકરા લવ સિંહાએ આ વિશે કહ્યું હતું કે ‘મારો ડ્રીમ રોલ સુપરવિલન અથવા તો ઍન્ટિહીરો છે. મારે ‘ક્રિશ 4’માં વિલન બનવું છે. ‘વિશ્વનાથ’ની રીમેકમાં મારે લીડ રોલ કરવો છે અને આ જ મારા 2021ના ગોલ છે. મારું માનવું છે કે નેગેટિવ કૅરૅક્ટર કોઈ પણ ઍક્ટર માટે ખૂબ જ ચૅલેન્જિંગ હો છે. અંગત રીતે હું હંમેશાંથી નેગેટિવ પાત્ર ભજવવા માગતો હતો, કારણ કે એનાથી તમે જુદા-જુદા ઇમોશન્સ અથવા તો તમારી પર્સનાલિટીના શેડ્સને બહાર કાઢી શકો છો. હંમેશાં પૉઝિટિવ કૅરૅક્ટર ભજવવામાંથી પણ તમને એ બ્રેક આપે છે.’