હિન્દી સિનેમામાં લવ સ્ટોરીનો અંત થઈ ગયો છે : કરણ જોહર
હિન્દી સિનેમામાં લવ સ્ટોરીનો અંત થઈ ગયો છે : કરણ જોહર
ફિલ્મમેકર કરણ જોહરનું કહેવું છે કે હાલના સમયમાં હિન્દી સિનેમામાંથી લવ સ્ટોરી ગાયબ થઈ ગઈ છે. તેનું એમ પણ માનવું છે કે ૯૦ના દાયકામાં રોમૅન્ટિક ફિલ્મોનો દોર હતો. તેણે ‘કુછ કુછ હોતા હૈ’, ‘કભી ખુશી કભી ગમ’ અને ‘કભી અલવિદા ના કહના’ જેવી ફિલ્મો બનાવી છે. એવામાં હવે બૉલીવુડમાં લવ સ્ટોરીવાળી ફિલ્મો નથી બનતી એવું તેનું માનવુ છે. આ વિશે વિસ્તારમાં જણાવતાં કરણે કહ્યું હતું કે ‘તમે જો એક વાત નોટિસ કરો તો જણાશે કે હિન્દી સિનેમામાંથી લવ સ્ટોરી ગાયબ થઈ ગઈ છે. આપણે હવે લવ સ્ટોરીઝ નથી બનાવતા. ખૂબ જ ઓછા પ્રમાણમાં એવી ફિલ્મો બને છે. ૯૦નો દાયકો તો રોમૅન્સથી ભરેલો હતો. ‘હમ આપકે હૈં કૌન’થી માંડીને ‘કુછ કુછ હોતા હૈ’ જેવી ફિલ્મો બની હતી. એ બધી ફિલ્મોમાં લવ સ્ટોરીઝનું વર્ચસ્વ હતું.’
૪૧ ટાઇટલની જાહેરાત કરી નેટફ્લિક્સે
ADVERTISEMENT
કરણ જોહરના પણ પાંચ પ્રોજેક્ટ છે, જેમાંથી એક દ્વારા માધુરી દીક્ષિત નેને ડેબ્યુ કરી રહી છે
નેટફ્લિક્સ દ્વારા હાલમાં જ ૪૧ ટાઇટલની જાહેરાત કરવામાં આવી છે, જેને આ વર્ષે રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મો અને વેબ-શોમાં કરણ જોહરના પણ પાંચ પ્રોજેક્ટ છે જેમાંથી એક દ્વારા માધુરી દીક્ષિત નેને તેનો ડિજિટલ ડેબ્યુ કરી રહી છે. આ ટાઇટલમાં ‘દિલ્હી ક્રાઇમ સીઝન 2’, ‘જમતારા 2’, ‘કોટા ફૅક્ટરી 2’, ‘યે કાલી કાલી આંખેં’, ‘મિસમૅચ્ડ સીઝન 2’, ‘લિટલ થિંગ્સ સીઝન 4’ જેવા ઘણા શોની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે જ કપિલ શર્માના શો અને સાન્યા મલ્હોત્રાની ફિલ્મ ‘પગલેટ’ પણ રિલીઝ થઈ રહી છે. કરણ જોહરના ધર્માટિક પ્રોડક્શન દ્વારા બનાવવામાં આવી રહેલી ‘ફાઇન્ડિંગ અનામિકા’માં માધુરી જોવા મળશે. રવીના ટંડનનો ડિજિટલ ડેબ્યુ ‘અરન્યાક’, ‘She 2’, ‘બૉમ્બે રોઝ’, ‘બૉમ્બે બેગમ્સ’, ‘યે કાલી કાલી આંખેં’, ‘ધમાકા’, ‘મીનાક્ષી સુંદરેશ્વર’, ‘સરદાર કા ગ્રૅન્ડ સન’, ‘ડોન્ટ મિસ ધિસ સ્ટોરીઝ’, ‘મસાબા મસાબા 2’, ‘ધ ફૅબ્યુલસ લાઇવ્ઝ ઑફ બૉલીવુડ વાઇવ્ઝ સીઝન 2’ અને તાપસી પન્નુની ‘હસીન દિલરુબા’ સાથે ઇન્ડિયાની વિવિધ ભાષાના શો અને ફિલ્મોની જાહેરાત કરવામાં આવી છે.

