ક્રિતિકા કામરાનો આ વર્ષનો મોટો છે કે તેણે પોતાની લાઇફની સ્ક્રિપ્ટ પોતે લખવી છે. તેણે ગોવામાં ન્યુ યરને સેલિબ્રેટ કરી હતી
ક્રિતિકા કામરા
ક્રિતિકા કામરાનો આ વર્ષનો મોટો છે કે તેણે પોતાની લાઇફની સ્ક્રિપ્ટ પોતે લખવી છે. તેણે ગોવામાં ન્યુ યરને સેલિબ્રેટ કરી હતી. તે સાઉથ ગોવામાં આવેલી નેત્રાવલી વાઇલ્ડ લાઇફ સૅન્ક્ચ્યુઅરીમાં એકદમ એકલતામાં ન્યુ યર સેલિબ્રેટ કરી રહી હતી. તેણે ત્યાંના કેટલાક ફોટો પણ ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યા છે. આ ફોટો શૅર કરીને ક્રિતિકાએ કૅપ્શન આપી હતી, ‘આ વર્ષની શરૂઆત મેં એકમદ શાંત અને કંઈ પણ કર્યા વિના કરી છે. કોઈ ઠેકાણે નથી ગઈ કે કોઈને મળી નથી. જંગલની વચ્ચે રહી છું. એકદમ સિમ્પલ કન્સેપ્ટ છે. જંગલમાં ઝાડની વચ્ચે ચાલવું, સૂર્યપ્રકાશ લેવો અને નેચરની ખુશ્બૂ લેવી અને પક્ષીઓનાં ગીતની સાથે ઊઠવું જેવી વસ્તુ મેં કરી. હું ફરી શહેરમાં આવી ગઈ છું અને થોડી ટેન થઈ ગઈ છું. આ વર્ષના ઘણા પ્લાન સાથે હું પાછી આવી છું. આ વર્ષના જ નહીં, આ મહિનાના કહું તો પણ ચાલે. મારા ફોનથી દૂર રહીને મેં મારી જાત સાથે અને મારા વિચારો સાથે સમય પસાર કર્યો છે. આ દરમ્યાન મને આઇડિયા આવ્યો કે મારે ૨૦૨૪માં શું કરવું છે. આ વર્ષે મારે એ જ કરવું છે જે હું કરવા માગું છું અને જ્યારે કરવા માગું ત્યારે અને મારી ઝડપે કરીશ. એકદમ હિંમત અને ઑથેન્ટિસિટી સાથે કરીશ. સફળ થવા માટે મારે શું કરવું જોઈએ એ વિચાર સાથે હું આગળ નથી વધવાની. હું મારી પોતાની સ્ક્રિપ્ટ લખીશ અને મારે એડિટ કરવી હોય એટલી વાર કરીશ.’


