વરુણ અને નીતુ સિંહ બાદ હવે ક્રિતી સેનન પણ કોરોના સંક્રમિત
ક્રિતી સેનન (ફાઇલ ફોટો)
લૉકડાઉન પછી ફરી પાટે ચડેલી બોલીવુડ ઇન્ડસ્ટ્રીએ ફિલ્મોનું શૂટિંગ શરૂ કર્યું જ હતું કે ધીમે ધીમે અહીંના લોકો પણ પૉઝિટીવ થવા લાગ્યા છે. જુગ-જુગ જીયો (Jug Jug Jiyo) ફિલ્મના બે કલાકારો કોરોના સંક્રમિત (Covid-19 Positive)થયા પછી હવે પોતાની ફિલ્મનું શૂટ કરી રહી અભિનેત્રી ક્રિતી સેનન (Kriti Sanon) પણ કોરોના સંક્રમિત થઈ ગઇ છે.
ક્રિતી સેનન રાજકુમાર રાવ સાથે પોતાની આગામી ફિલ્મનું શૂટિંગ કરી રહી હતી. આ શૂટિંગ ચંદીગઢમાં થઈ રહ્યું હતું. જ્યારે ક્રિતી સેનન મુંબઇ પાછી આવી તો તેનો રિપોર્ટ સામે આવ્યો અને તેના કોરોના પૉઝિટીવ હોવાની પુષ્ઠિ થઈ. જણાવવાનું કે આ પહેલા વરુણ ધવન અને નીતૂ કપૂર પણ કોરોના સંક્રમિત થયા હતા.
ADVERTISEMENT
View this post on Instagram
ક્રિતી સેનના નજીકના સૂત્રોએ જણાવ્યું કે અભિનેત્રી સોમવારે પોતે કોરોના પૉઝિટીવ હોવાની પુષ્ઠિ કરી હતી પણ હજી સુધી આ માહિતી સામે આવી નથી કે ક્રિતીમાં કોરોનાના કેટલા લક્ષણો છે અને તેની તબિયત કેવી છે? જણાવવાનું કે ક્રિતી સેનન, રાજકુમાર રાવ સાથે આવનારી પોતાની એક ફિલ્મનું શૂટિંગ ચંદીગઢમાં કરતી હતી, તેમનું શૂટિંગ શેડ્યૂલ એક દિવસ પહેલા જ પૂરું થયું.
અભિનેતા વરુણ અને નીતૂ સિંહ પણ તાજેતરમાં કોવિડ-19 પૉઝિટીવ આવ્યા હતા. હાલ તે આઇસોલેશનમાં છે. હવે સોશિયલ મીડિયા પર વરુણે પોતે આ સમાચાર કન્ફર્મ કર્યા છે. વરુણ ધવનના કોરોના સંક્રમિત થયા પછી પ્રશંસકો તેના જલ્દી સ્વસ્થ થવાની પ્રાર્થનાઓ કરી રહ્યા છે.

