બાઇકિંગ એન્જૉય કરી રહી છે ક્રિતી સૅનન
ક્રિતી સૅનન
ક્રિતી સૅનન બાઇક રાઇડને એન્જૉય કરી રહી છે. બાઇક રાઇડની એક નાનકડી ક્લિપ તેણે શૅર કરી છે. એ ક્લિપમાં બૅકગ્રાઉન્ડમાં 2010માં આવેલી ‘અન્જાના અન્જાની’નું ‘હૈરત’ ગીત સંભળાઈ રહ્યું છે. આ ક્લિપને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને ક્રિતીએ કૅપ્શન આપી હતી કે ‘ફોર વ્હીલ્સ...મૂવ ધ બૉડી... ટૂ વ્હીલ્સ...મૂવ ધ સોલ... હું હંમેશાંથી જ ચાહતી હતી કે બાઇક રાઇડ કરું તો બૅકગ્રાઉન્ડમાં આ ગીત સંભળાતું હોય.’

