એને ૭.૬ મિલ્યન વ્યુ મળ્યા છે. બધા શોઝ અને મૂવીઝમાં એ એપિસોડ નંબર વન બની ગયો છે.
કૉફી વિથ કરણ’ની આઠમી સીઝન
કરણ જોહરના ટૉક શો ‘કૉફી વિથ કરણ’ની આઠમી સીઝનમાં હાલમાં જ રોહિત શેટ્ટી અને અજય દેવગન પહોંચ્યા હતા. આ શોને લોકોએ સૌથી વધુ જોયો છે. એને ૭.૬ મિલ્યન વ્યુ મળ્યા છે. બધા શોઝ અને મૂવીઝમાં એ એપિસોડ નંબર વન બની ગયો છે. અજય દેવગન અને કરણ જોહરની દુશ્મની હાઇલાઇટ હતી અને એ વિશે તેમણે શોમાં વાત પણ કરી હતી. શોની માહિતી ઇન્સ્ટાસ્ટોરી પર આપતાં કરણ જોહરે લખ્યું કે ‘અને આ રીતે અમે ટૉપનો સ્લૉટ જાળવી રાખ્યો છે. એના માટે ‘કૉફી વિથ કરણ’ના તમામ દર્શકોનો આભાર કે જેમણે દરેક સીઝનમાં અમને જોશ પૂરો પાડ્યો છે.’

