તે હિન્દી, પંજાબી, તામિલ અને તેલુગુ ઇન્ડસ્ટ્રીમાં સક્રિય છે
સોનમ બાજવા
સોનમ બાજવા પણ સારા અલી ખાન અને અનન્યા પાન્ડેની જેમ કરણ જોહરના ઘરે જઈને ઑડિશન આપવા માગે છે. તે હિન્દી, પંજાબી, તામિલ અને તેલુગુ ઇન્ડસ્ટ્રીમાં સક્રિય છે. એક ઇન્ટરવ્યુ દરમ્યાન તેને પૂછવામાં આવ્યું હતું કે યંગ ઍક્ટ્રેસિસ સારા અને અનન્યામાંથી કઈ વસ્તુને તું ચોરવા માગે છે. એનો જવાબ આપતાં સોનમ બાજવાએ કહ્યું કે ‘તેઓ કરણ જોહરના ઘરે જઈ શકે છે, ચર્ચા કરી શકે છે અને ઑડિશન પણ આપી શકે છે. મને જો આ બધું કરવા મળે તો હું એ વસ્તુ ચોરવા માગીશ.’


