Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner

કિંગ સાશા

Published : 09 July, 2023 03:32 PM | IST | Mumbai
Mayank Shekhar

‘ઇશ્ક વિશ્ક’થી ‘જબ વી મેટ’, ‘કમિને’થી ‘કબીર સિંહ’ - શાહિદ કપૂરની બૉલીવુડમાં ૨૦ વર્ષની જર્ની

શાહિદ કપૂર

શાહિદ કપૂર


શાહિદ કપૂર સાતેક વર્ષનો હતો ત્યારની વાત છે. તેણે જણાવ્યું કે તેના પિતા પંકજ કપૂર તેને દિલ્હીની એક ફેમસ ફૂડ જૉઇન્ટ ‘નિરુલા’માં જમવા લઈ ગયા હતા. અચાનક તેમની આસપાસ ૧૦૦ જેટલા લોકો ભેગા થઈ ગયા હતા અને તેમના હાથમાં ગાજર હતાં. તેઓ તેમના ટેબલ પર ઝોમ્બીની માફક આવીને ઊભા રહી ગયા... ‘હી હી હી... ગાજર ખાઈયે, ગાજર... હી હી હી...’

પંકજ કપૂરે કહ્યું, ‘પણ હું તો મારા દીકરા સાથે પીત્ઝા ખાઈ રહ્યો છું.’ લોકોએ ૧૯૮૦માં દૂરદર્શન પર આવતી તેમની સિરિયલ ‘કરમચંદ’ના તેમના યાદગાર રોલ ડિટેક્ટિવ કરમચંદના ગાજરપ્રેમને લઈને આવી પ્રતિક્રિયા આપી હતી.



પિતા-પુત્રએ આખરે એ રેસ્ટોરાંમાંથી ભાગવું પડ્યું હતું. શાહિદના પિતા મુંબઈથી તેને મળવા આવ્યા હતા. એ ઘટના બાદ કદી તેને બહાર નહોતા લઈ ગયા. શાહિદે કહ્યું કે અમારી વચ્ચેના અંતરને કારણે તેમની સાથે મારી વાતચીત ઓછી જ થતી હતી.


શાહિદ ખૂબ નાનો હતો ત્યારે તેના પેરન્ટ્સના ડિવૉર્સ થઈ ગયા હતા. ત્યાર બાદ શાહિદનો ઉછેર દિલ્હીમાં તેની મમ્મી નીલિમા આઝમી અને તેના ગ્રૅન્ડ પેરન્ટ્સે કર્યો હતો. તેઓ બન્ને રશિયન પબ્લિકેશન સ્પુતનિકમાં જર્નલિસ્ટ્સ હતાં. તેને ઘરમાં સાશા કહે છે, જે નામ તેના ગ્રૅન્ડ પેરન્ટ્સે તેને આપ્યું હતું અને એ તેના ફૅન્સમાં જાણીતું થયું. શાહિદ પોતાને શાનાટિક્સ કહેતો હતો, જે રશિયામાં કૉમન નામ છે.

શાહિદ જ્યારે ૧૦ વર્ષનો થયો ત્યારે મમ્મી સાથે મુંબઈ આવી ગયો હતો. જો તમે ધ્યાનથી જોશો તો સુભાષ ઘઈની ૧૯૯૯માં આવેલી ‘તાલ’માં શાહિદ ગ્રુપમાં ડાન્સ કરી રહ્યો છે. એ સિવાય યશ ચોપડાની ૧૯૯૭માં આવેલી ‘દિલ તો પાગલ હૈ’માં પણ તે જોવા મળ્યો હતો.


પૉપ્યુલર અવૉર્ડ શોમાં સ્ટેજ પર તે ઐશ્વર્યા રાય અને સલમાન ખાનની પાછળ હરખાતો ડાન્સ કરતો દેખાયો હતો. ૧૬ વર્ષનો થતાં શાહિદ જાતે કમાતો થઈ ગયો અને ઘરમાંથી પૉકેટમની ન મળે તો પણ મૅનેજ કરી શકતો હતો એની સાથે ઘરમાં તે મદદ પણ કરતો હતો.

૨૦૦૩માં મેં જ્યારે પહેલી વખત શાહિદને લોઅર પરેલની ‘મિડ-ડે’ ન્યુઝપેપરની ઑફિસના રિસેપ્શન એરિયામાં શાંતિથી બેઠેલો જોયો હતો. પબ્લિસસિસ્ટે મને કહ્યું કે જો તું ફ્રી હોય તો એક યંગ કિડને તેની સાથે લઈ આવ્યો છું તેની સાથે થોડી વાત કરી લે. હું એ વખતે નવો ઇન્ટર્ન તરીકે જોડાયો હતો.

પબ્લિસિસ્ટની વાતને માન આપતાં હું એક મિનિટ માટે બહાર નીકળ્યો અને જોયું કે અન્ય લોકોને સવાલ થઈ રહ્યો હતો કે આ છોકરો કોણ છે? તેને ક્યાંક જોયો છે, પરંતુ ચોક્કસ ખાતરી નથી કે ક્યાં જોયો છે. એને લઈને શાહિદે કહ્યું કે ‘એ વખતે સોશ્યલ મીડિયા નહોતું. લોકો સુધી ઓળખ બનાવવા માટે વર્ષો પસાર થઈ જતાં હતાં. હવે તો અઠવાડિયા કે મહિનાઓમાં તમે જામી જાઓ છો.’

જોકે પહેલી મુલાકાતની તારીખ યાદ રાખવું કઠિન નહોતું. લીડ રોલ તરીકેની ટીનેજ-રૉમકૉમ શાહિદની પહેલી ફિલ્મ કેન ઘોષની ‘ઇશ્ક વીશ્ક’ હતી, જે ૨૦૦૩ની ૯ મેએ રિલીઝ થઈ હતી. એ પહેલાં શુક્રવારે તે બૉમ્બેના સ્ટર્લિંગ સિનેમામાં પોતાને મોટી સ્ક્રીન પર જોવા ગયો હતો. એ વિશે શાહિદે કહ્યું કે ‘બપોરે જ્યારે​ ફિલ્મ પૂરી થઈ ત્યારે હું માત્ર એમ જ ફરી રહ્યો હતો. લોકોએ ધારી લીધું કે આ શાહિદ જ છે. એ વખતે બૅરિકેડ્સ પણ મૂકવામાં આવ્યાં હતાં. હું ૨૩ વર્ષનો હતો. એક્સપોઝરની દૃષ્ટિએ ૨૩ વર્ષના યુવાન માટે આ એકદમ અલગ વસ્તુ હતી. મને વિચાર આવ્યો કે શું આને જ સ્ટારડમ કહેવાય?’

થોડા દિવસ પછી ‘મીડિયા રાઉન્ડ’ રાખવામાં આવ્યું હતું. એ વાતને બરાબર ૨૦ વર્ષ પસાર થઈ ગયાં છે. અમે ફરીથી ‘મિડ-ડે’ની ઑફિસમાં (બાંદરા-ઈસ્ટ) ‘સીટ વિથ હિટલિસ્ટ’નો એપિસોડ રેકૉર્ડ કર્યો છે.

તે બૉ​લીવુડનો મોટો સ્ટાર છે. તેની ૫૦ ફિલ્મો રિલીઝ થઈ છે. બે દાયકામાં કષ્ટથી ભરેલી જર્નીમાં તેણે ઘણા ઉતાર-ચડાવ જોયા છે. તે ખૂબ અદ્ભુત છે અને એની કરીઅર પણ ગજબની છે.

ચૉકલેટબૉયથી શરૂઆત કરીને રોમૅન્ટિક લીડ કરી (‘ઇશ્ક વિશ્ક’થી ‘જબ વી મેટ’) ધીમે-ધીમે ઍક્શન-મસાલા હીરો બની ગયો. તેની છેલ્લી ‘બ્લડી ડૅડી’ રિલીઝ થઈ છે. એમાં પણ વિવિધ પાર્ટ્સ તેણે ભજવ્યા છે. એ પછી મોટી સ્ક્રીન પર (‘કમિને’થી ‘કબીર સિંહ’) હોય કે ડિજિટલ પ્લૅટફૉર્મની સિરીઝ (‘ફર્ઝી’) હોય.

સ્ટ્રગલ વિશે શાહિદે કહ્યું કે ‘મને ‘સ્ટ્રગલર’ શબ્દ ખૂબ ગમે છે. કેમ કે આ શબ્દ માત્ર મહત્ત્વાકાંક્ષી ઍક્ટર્સ માટે ઉપયોગમાં લેવાય છે અને એ સાચું છે. મારી લાઇફમાં મેં ઘણાં રિજેક્શન્સ જોયાં છે. ચાર વર્ષ એટલે ૧૨૦૦ દિવસ. મેં ૨૦૦ ઑડિશન્સ આપ્યાં હતાં.’

એમાંની એક પણ ફિલ્મે કોઈની કરીઅર બનાવી નહોતી એટલે મને એ રિજેક્શનની પણ ખુશી છે. શાહિદે જાતે ૨૦૦૧માં આવેલી એન. ચન્દ્રાની ફિલ્મ ‘સ્ટાઇલ’ રિજેક્ટ કરી હતી, કારણ કે તે સ્પષ્ટ હતો કે એ ઉંમરે તે માત્ર સોલો તરીકે જ એન્ટ્રી કરી શકે છે.

આ તો અલગ બાબત છે. તેણે કહ્યું કે જ્યારે ‘ઇશ્ક વિશ્ક’ કમર્શિયલી હિટ થઈ ત્યારે સફળ ઍક્ટ્રેસિસ સામે તેને કાસ્ટ કરવો એ પ્રોડ્યુસર્સ માટે અઘરું હતું. એ વિશે શાહિદે કહ્યું કે ‘તેમણે ત્રણ-ચાર પૉપ્યુલર ફિમેલ સ્ટાર્સનાં નામ મને ગણાવ્યાં અને કહ્યું કે ‘તું તેમની સામે નાનું બાળક દેખાઈશ. તારી મર્દાનગી ક્યાં છે?’

સાથે જ તેણે એક વાતનો એકરાર કર્યો કે બૉલીવુડમાં એક ધારણા છે કે દર અડધા દાયકા બાદ સ્ટારનો જન્મ થઈ જાય છે. ‘૨૦૦૦માં ‘કહો ના પ્યાર હૈ’થી હૃતિક રોશન મોટો ઍક્ટર બની ગયો હતો. વિ​વેક ઑબેરૉય ૨૦૦૨માં આવેલી ‘કંપની’ બાદ ફેમસ થઈ ગયો હતો, એથી કાયદા પ્રમાણે મારી પાસે કોઈ તક જ નહોતી.’

રાયન ગોસલિંગનું ઉદાહરણ લઈએ તો તેની ફિલ્મોગ્રાફીમાંથી ૨૦૦૪માં આવેલી ‘ધ નોટબુક’ને લઈએ તો તેની ફિમેલ ફૅન્સ આજ સુધી તેની સાથે જોડાયેલી છે. ૧૯૯૫માં આવેલી શાહરુખ ખાનની ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ની વાત કરીએ તો કનેક્શન સ્થિર છે.

૨૦૦૭માં આવેલી ઇમ્તિયાઝ અલીની ‘જબ વી મેટ’માં શાહિદે કામ કર્યું હતું. મને એ વાતની નવાઈ હતી કે શું એ જ રિલેશન ફિમેલ સાથે જળવાઈ રહ્યાં છે? ત્યારે શાહિદે કહ્યું કે ‘હું જાણું છું કે ‘જબ વી મેટ’ને ઘણું શ્રેય જાય છે (અને મળવો પણ જોઈએ), પરંતુ આપણે ૨૦૦૬માં આવેલી નાના બજેટની ફિલ્મ ‘વિવાહ’ને ન ભૂલવી જોઈએ, જેને લેજન્ડરી પ્રોડ્યુસર બડજાત્યાએ બનાવી હતી. એ સિવાય (આધુનિક સમજવાળી મોંઘી ફિલ્મ) ‘મૈં પ્રેમ કી દિવાની હૂં’ નિષ્ફળ ગઈ હતી. સૂરજ બડજાત્યા અને તેમના પિતા રાજ કુમાર બડજાત્યાએ એક ફિલ્મ નવા ઍક્ટર્સ સાથે બનાવવાનો વિચાર કર્યો. એના દ્વારા તેમણે ઓરિજિનલ, પારંપરિક મિડલ ક્લાસ દર્શકોને ચકાસવાનું નક્કી કર્યું. ‘વિવાહ’ છેલ્લી ભારતીય ફિલ્મ છે જેણે સિલ્વર જ્યુબિલી કરી હતી.’

અમારા માટે એ એક સવાલ છે કે બડજાત્યાના સેટ પરથી વિશાલ ભારદ્વાજના સેટ પર જવામાં કેટલો ફરક છે. એનો જવાબ આપતાં શાહિદે કહ્યું કે ‘એ ‘ચૉક ઍન્ડ ચીઝ’ જેવું છે. વિશાલને સ્વીટ ગમતી નથી. તે મને સતત કહેતા કે જા ‘કમીના’. બીજી તરફ સૂરજની ઇચ્છા હોય કે હું દરેક શહેરમાં ફરું અને લોકો સાથે સ્વીટ બનીને રહું. મારા માટે તો બન્ને સેટ પર રહેવું એ સિઝોફ્રેનિક જેવું હતું.’

‘જબ વી મેટ’ માટે હા કેમ પાડી એ વિશે શાહિદે કહ્યું કે ‘મેં તેમને પૂછ્યું કે મારે ઇંગ્લિશ-હિન્દી મિક્સ ટાઇટલ કેવી રીતે લેવું જોઈએ અને એની સ્ટોરી શું હોવી જોઈએ. ત્યારે તેમણે કહ્યું કે એને ‘જબ વી મેટ’ કહો. આ એક એવું ટાઇટલ છે જેને માટે એક ન્યુઝપેપરે પબ્લિક પોલ કર્યું હતું. એમાંનું એક ‘ભટિંડા એક્સપ્રેસ’ હતું અને ત્રીજું મને યાદ નથી. લોકોએ ‘જબ વી મેટ’ને પસંદ કર્યું હતું.’

રૉબર્ટ દ નીરોની ‘ટ્રાવિસ બિકલ’માં ટૅક્સી-ડ્રાઇવર પોતાની જાતને ખતમ કરી દે છે, તો બીજી તરફ ‘કબીર સિંહ’માં દેખાડવામાં આવ્યું છે કે દરેકને બીજી તક તો મળવી જોઈએ. પ્રેમમાં કોણ પાગલ નથી થતું? તમે પ્રોમો જુઓ તો તમને લાગશે કે તે ગ્રેટ યુવક છે.

એ વિશે શાહિદે કહ્યું કે ‘હું તેના જેવો નથી, એક ઍક્ટર છું. મારું કામ છે અલગ પાત્રો ભજવવાનું. તમને ભલે એ ન ગમે, પરંતુ તમને મારો પર્ફોર્મન્સ તો ગમવો જ જોઈએ. તે હીરો નથી, વિલન છે.’

શાહિદની ૨૦૧૬માં આવેલી ‘ઉડતા પંજાબ’ના તેના પંજાબી હિપહૉપ સ્ટાર ટોમી સિંહની સરખામણીએ એ પાત્ર આવે છે. એ બન્ને પાત્રોમાં તેને શું સમાનતા દેખાઈ એવું તેને પૂછવામાં આવ્યું હતું. એનો જવાબ આપતાં શાહિદે કહ્યું કે ‘કાંઈ નહીં. એ બન્ને માત્ર સિંહ છે.’ શાહિદ હસવા માંડે છે અને કહે છે કે ‘ફિલ્મ ‘ઉડતા પંજાબ’માં એક સીન છે, જેમાં ટોમી કહે છે કે તેણે કદી કોઈને માટે કાંઈ કામ નથી કર્યું. જોકે તે કરે છે. (આલિયા ભટ્ટના પાત્ર માટે) તે સેલ્ફ-સેન્ટર છે, એ જ વસ્તુ તેને ‘કબીર સિંહ’થી અલગ તારવે છે, જે પ્રેમને સમર્પિત છે. અને તે પણ તેની પાસે આવી જાય છે. લવ સ્ટોરીનો અંત આસાનીથી થવો જોઈએ.’

‘બીજી વસ્તુ જે ટોમી અને કબીરને પરસ્પર જોડે છે એ છે બન્ને અબ્યુઝર્સ છે. ખરુંને? હા, આવું પાત્ર એક એવો ઍક્ટર ભજવે છે જે વીગન છે અને શરાબ નથી પીતો. આવી વસ્તુ ફિલ્મના સ્ટાર્સ સાથે તમે કલ્પી ન શકો. એને માટે તમે મને બોરિંગ કહી શકો છો. મને એમાં કોઈ વાંધો નથી.’ શાહિદ હસે છે.

બીજી એક માનવામાં ન આવે એ વાત એટલે કે ફિલ્મસ્ટાર અરેન્જ મૅરેજ કરે છે. ૨૦૧૫માં શાહિદે તેનાથી ઉંમરમાં ૧૪ વર્ષ નાની મીરા રાજપપૂત સાથે લગ્ન કરવાનો નિર્ણય લીધો. એ વિશે શાહિદે કહ્યું કે ‘જો એ વખતે મને પૂછવામાં આવ્યું હોત તો મેં કહ્યું હોત કે અરેન્જ મૅરેજમાં મને સમજ નથી પડતી, પણ મારાં થયાં.’

કોરોનાકાળનાં બે વર્ષ સુધી શાહિદ તેના સાસરે પંજાબના ડેરામાં રહ્યો હતો. થોડાં વર્ષ પહેલાં શાહિદે તેની લાઇફની એકલતા વિશે જણાવ્યું હતું. તે થોડા સમય માટે સિંગલ હતો. વિશાલ ભારદ્વાજની ૨૦૧૪માં આવેલી ‘હૈદર’ માટે તેને ફિલ્મફેર અવૉર્ડ મળ્યો હતો. એ મોડી રાતે તે પોતાની ટ્રોફી સાથે સૂતો હતો. એ વાતનો એહસાસ થતાં તેને લાગ્યું કે કાંઈક કરવું જોઈએ. એ વિશે શાહિદે કહ્યું કે ‘મને એ વખતે કૅમ્પેનિયનની જરૂર લાગી, પરંતુ હું નહોતો જાણતો કે મને પર્ફેક્ટ લાઇફ-પાર્ટનર મળશે. એ અઘરું હતું.’

બૉલીવુડમાં હૉટેસ્ટ મહિલાને ડેટ કરવાનું કેવું રહ્યું. સ્ટાર હોવાનો આ પણ એક ફાયદો છે. શાહિદે કોઈને ઇમ્પ્રેસ કર્યા હોય એવું તેને યાદ નથી. એ વિશે શાહિદે કહ્યું કે ‘આખરે તો તમારે સુંદર મહિલાને ડેટ કરવાની હોય છે, પરંતુ તમારી પણ ડિઝાયરેબલ અને ગુડલુકિંગ તરીકે ગણના થાય છે, ખરુંને? તો આ એવું નથી કે તમને ત્રણ લેવલ્સ વધારે મળ્યાં છે. મારો અર્થ એ છે કે મારામાં અમુક મહિલાઓને ઇન્ટરેસ્ટ હતો. ખરું?’ આ વાત તેણે મુક્તપણે કહી દીધી.

તેની છત્રછાયામાં મોટા થયેલા ઈશાન વિશે શાહિદે કહ્યું કે ‘તે મને અને મારી પસંદગીને ખૂબ નજીકથી જુએ છે અને પોતાનો મત પણ આપે છે. ઉદાહરણ તરીકે તેને ‘દિલ બોલે હડિપ્પા’માં મારો રોલ પસંદ નથી પડ્યો, પરંતુ ‘કમિને’ ખૂબ ગમી છે. એક મોટા ભાઈ તરીકે તમે મોટરસાઇકલ પર તેની પાછળ બેસીને તમારા નાના ભાઈને ગાઇડ કરી શકો છો.’

પ્રભુ દેવાની ૨૦૧૩માં આવેલી ‘R. રાજકુમાર’ અને રાજકુમાર સંતોષીની ૨૦૧૩માં આવેલી ‘ફટા પોસ્ટર નિકલા હીરો’ થિયેટરમાં આવી હતી. એ પણ ત્યારે જ્યારે ‘મોસમ’ ખરાબ રીતે પટકાઈ હતી. એ વિશે શાહિદે કહ્યું કે ‘મારે કમર્શિયલ સફળ ફિલ્મની જરૂર હતી. જો તમે સફળ ન થાઓ તો તમારે પસંદગી કરવાનો અધિકાર નથી. એથી પહેલાં તો તમારે સફળ થવાનું હોય છે. એ સરળ છે. ‘R. રાજકુમાર’ સારી ચાલી અને ‘ફટા પોસ્ટર ​નિકલા હીરો’ નિષ્ફળ ગઈ.’

ફિલ્મ-ઇન્ડસ્ટ્રીના પૉઇન્ટ ઑફ વ્યુથી તે ફિલ્મોને અલગ રીતે જુએ છે. શાહિદે સ્વીકાર કર્યો છે. મુખ્યત્વે તો તમારે દરેક પ્રકારની ફિલ્મો કરવાની જરૂર હોય છે. લોકોના મંતવ્ય વિશે શાહિદે કહ્યું કે ‘કેટલાક લોકો જેઓ માત્ર ઢોસા બનાવે છે તેઓ એમ કહે છે કે જે લોકો બર્ગર ખાય છે તેઓ સારા નથી. આ અયોગ્ય વાત છે. હું આવા લોકોથી દૂર રહું છું.’

એક રિપોર્ટ એવો હતો કે ૨૦૧૭માં આવેલી વિશાલ ભારદ્વાજની ‘રંગૂન’માં તેની કો-સ્ટાર કંગના રનોટ સાથે પણ તેની જામતી નહોતી. શું આ વાત સાચી છે? એનો જવાબ આપતાં શાહિદે કહ્યું કે ‘ના, આ વાત ખોટી છે. મારું તો કંગના સાથે સારું જામતું હતું. તે ઉમદા ઍક્ટર છે.’ એક લાંબો પૉઝ તે લે છે, જે ખરેખર લાંબો પૉઝ હતો.

‘હું બીજું શું કહી શકું? તમે મને બીજું કાંઈ નથી પૂછી શકતા? તમે અસલામતી વિશે કહી રહ્યા હતા. ઍક્ટરની અંદરની અને બહારની લાઇફ જુઓ તો ઇનસિક્યૉરિટી જેવું નથી. એવી તો અનેક વાતો હોઈ શકે. સૌપ્રથમ તો એમાં એક સમસ્યા છે, એ યોગ્ય પણ છે. સ્ટાર હોવાથી, જે પ્રોફેશનલ ઍક્ટરની વિરોધમાં છે. અમારા કામના ભાગરૂપે એમાં કોઈ શંકા નથી કે મીડિયાની દરમ્યાનગીરી ન હોય. કેટલાક પ્રસંગે વ્યવસાયમાં પણ જોખમ હોય છે. એક વાત તો નક્કી છે કે બે દાયકા સુધી બૉમ્બે શોબીઝમાં કેન્દ્રસ્થાને રહ્યા બાદ એમાં પણ કેટલીક ખામીઓ હોય છે.’

શાહિદની એક સ્ટોરી મને યાદ આવે છે કે ‘મિડ-ડે’માં જ્યારે પહેલી વખત ઑફિસના રિસેપ્શનમાં અમે મળ્યા ત્યારે તેના ફોટોની સિરીઝ એક ટૅબ્લૉઇડમાં ૨૦૦૪માં પબ્લિશ થઈ હતી, જેમાં શાહિદ અને એ વખતની તેની ગર્લફ્રેન્ડ જુહુની નાઇટ ક્લબ રેનમાં ગયાં હતાં. એ ફોટોને નાઇટ ક્લબમાં ડિજિટલ કૅમેરાથી કેટલાંક કિડ્સે અમસ્તા જ ક્લિક કર્યા હતા. એ વખતે કૅમેરાવાળો ફીચર ફોન નહોતો.

એ નાની ઉંમરના છોકરાઓ અમારી ‘મિડ-ડે’ની ઑફિસમાં આવીને શાહિદ કિસ કરતો એ બ્લરી ઇમેજિસ અને વિડિયો માટે ૫૦૦ રૂપિયા માગી રહ્યા હતા. તે પ્રેમમાં ગળાડૂબ દેખાતો હતો. મને આશ્ચર્ય લાગ્યું કે આ શાહિદ સાથે થયું. એક વખત જો એ ફોટો ટૅબ્લૉઇડમાં છપાઈ ગયા હોત તો એ ભારે અશ્લીલ બની ગયું હોત. જો તમે એને અશ્લીલતાથી નહીં, પરંતુ નિષ્પક્ષતાથી જુઓ તો એ ખરેખર મોટી વાત બની જાય.

એ વિશે શાહિદે કહ્યું કે ‘સાચી વાત છે, એ મોટી વાત હતી. પ્રામાણિકપણે કહું તો આવા ફોટો ક્લિક કરીને તમે લોકોને આકર્ષિત કરો છો. વર્તમાનની આ જ વાસ્તવિકતા છે. ઠીક પણ છે. તમે જાણો છો કે આપણે બધા એમાં થોડો ઉમેરો પણ કરીએ છીએ. જોકે તમારો સવાલ શું હોય છે? સવાલ હોય છે કે તમે શું અનુભવો છો? આ ક્યારે થયું? મને નથી લાગતું કે આટલાં વર્ષોમાં તે કદી આવું બોલ્યો હોય. હું એ વખતે પડી ભાંગ્યો હતો. હું ૨૪ વર્ષનો બાળક હતો. મને લાગ્યું કે મારી પ્રાઇવસી પર પ્રહાર થયો છે અને એને હું સલામત ન રાખી શક્યો. હું અસ્તવ્યસ્ત હતો. એ ઉંમરમાં તો તમને પોતાની લાગણીનું પણ ભાન નથી હોતું. તમારે વિચારવું પડે કે તમે જે યુવતીને ડેટ કરો છો તેને કેવી રીતે સંભાળવી અને એ બધાની વચ્ચે આ બધું બની ગયું.’

સ્ટારડમની અને મીડિયાની દખલગીરી સાથે બીજું શું બદલાયું છે. આજે બધા પાસે સ્માર્ટફોન છે. તેઓ વિડિયો બનાવે છે, ફોટો ક્લિક કરે છે, પબ્લિકમાં સેલ્ફી લે છે. એ વિશે ૪૨ વર્ષના શાહિદે કહ્યું કે ‘હવે તમને ખાતરી થઈ ગઈ છે કે પાપારાઝી ૧૦૦ ટકા ક્લિક કરશે. એ સમયે અમે બિન્દાસ હતાં.’

એ વખતના એકસમાન રાક્ષસ જેવી સ્થિતિ કરતાં એ જાણભેદુ રાક્ષસ છે. તમને એટલી તો જાણ હોય છે. ‘યે તો હોનેવાલા હૈ. અબ તો મેરી શાદી હો ગઈ હૈ, બચ્ચે હો ગયે હૈં. કોઈને મારી એ વાતમાં રસ નથી. તેમની પાસે ધ્યાન રાખવા માટે અન્ય ૨૪ વર્ષના યુવકો છે.’

Whatsapp-channel Whatsapp-channel

09 July, 2023 03:32 PM IST | Mumbai | Mayank Shekhar

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK