કૅટરિનાને લાઇફ કેવી રીતે જીવવી છે?
કૅટરિના કૈફ
કૅટરિનાને તેની લાઇફને કેવી રીતે જીવવી છે એ તેણે તેના ઇન્સ્ટાગ્રામ પર ફોટો શૅર કરીને જણાવ્યું હતું. તેણે ફોટો શૅર કરીને કૅપ્શન આપી હતી કે ‘મારી લેગસી સમજો અથવા તો મારે કેવી રીતે લાઇફ જીવવી છે અથવા તો હું જીવી રહી છું એ વિશે. ડરથી ભરેલા ચહેરા પર હિમ્મત દેખાડો નહીં કે એની ગેરહાજરી. એક આર્ટિસ્ટ તરીકે સોસાયટીમાં મારું યોગદાન આપવા માટે હું દરરોજ પોતાને પૂછું છું કે હું કેવી રીતે યોગદાન આપી શકીશ. હું મારી સ્ટ્રગલને લોકો સાથે શૅર કરીશ, જેથી જે-તે વ્યક્તિ સ્ટ્રગલમાં હોય ત્યારે તેમને એમ ન લાગે કે તેઓ એકલા છે.’

