કૅટરિના કૈફ બાળકોના એજ્યુકેશન માટે પ્રચાર કરી રહી છે
કૅટરિના કૈફ હાલમાં બાળકોના એજ્યુકેશનને લઈને પ્રચાર કરી રહી છે. તેમને કોઈ પણ જાતના ભેદભાવ વિના સારું એજ્યુકેશન આપવામાં આવે એ માટે તે એક કૅમ્પેન કરી રહી છે. તેણે ઇન્સ્ટાગ્રામ પર એક વિડિયો શૅર કર્યો છે જેમાં તેણે લોકોની ક્લાસરૂમ બનાવવા માટે મદદ માગી હતી. આ વિડિયો શૅર કરીને કૅટરિનાએ કૅપ્શન આપી હતી કે ‘મારી મમ્મી અને તેની ચૅરિટી દ્વારા બનાવવામાં આવેલી સ્કૂલને પ્રેઝન્ટ કરવાની ઘણી ખુશી થઈ રહી છે. ૨૦૧૫થી મદુરાઈમાં આવેલી માઉન્ટેન વ્યુ સ્કૂલ ગરીબ બાળકોને સારી ગુણવત્તાવાળું ઇંગ્લિશ મીડિયમ એજ્યુકેશન આપી રહી છે. તેઓ હાલમાં બસો બાળકોને એજ્યુકેશન આપી રહ્યા છે. ચોથા ધોરણ સુધીના ક્લાસરૂમ છે. હજી વધુ ૧૪ ક્લાસરૂમની જરૂર છે. ચાલો આપણે બધા આપણાથી બનતા તમામ પ્રયત્ન કરીએ જેથી લોકોને એજ્યુકેશન મળી રહે. અત્યારના સમયને ધ્યાનમાં રાખીને લોકોને વધુ જરૂરિયાત છે.’

