કરિશ્મા તન્નાએ પોતાનો ફોટો શૅર કરીને ગયા વર્ષનો આભાર માનતાં આગામી વર્ષને પૉઝિટિવિટી સાથે આવકાર્યું છે
કરિશ્મા તન્ના
કરિશ્મા તન્નાએ પોતાનો ફોટો શૅર કરીને ગયા વર્ષનો આભાર માનતાં આગામી વર્ષને પૉઝિટિવિટી સાથે આવકાર્યું છે. ‘ક્યૂં કિ સાસ ભી કભી બહૂ થી’, ‘દેશ મેં નિકલા હોગા ચાંદ’, ‘કુસુમ’, ‘બાલ વીર’, ‘ગિલ્ટી માઇન્ડ્સ’ની સાથે ‘સ્કૂપ’ જેવા ઘણા પ્રોજેક્ટ્સમાં કરિશ્માએ કામ કર્યું છે. કરિશ્માએ હાલમાં જ ઇન્સ્ટાગ્રામ પર કેટલાક ફોટો શૅર કર્યા છે. આ ફોટો શૅર કરીને કરિશ્માએ કૅપ્શન આપી હતી કે ‘દરેકને હૅપી ન્યુ યર. આ વર્ષ દરેક માટે ખુશી, સફળતા અને સુંદર મોમેન્ટ્સ લઈને આવે. મારી જર્નીનો પાર્ટ બનવા માટે દરેકનો આભાર માનું છું. આ વર્ષ પ્રેમ અને ખુશીથી ભરેલું અને અનંત શક્યતાઓથી ભરેલું રહે એવી આશા છે. મારી ખૂબ જ સુંદર ઇન્સ્ટાગ્રામ ફૅમિલીને નવા વર્ષની શુભેચ્છા.’


