વિજય દેવરાકોન્ડાની લાઇગરનો ફર્સ્ટ લુક શૅર કર્યો કરણ જોહરે
લાઇગરનો ફર્સ્ટ લુક શૅર
ફિલ્મમેકર કરણ જોહરે વિજય દેવરાકોન્ડાની ‘લાઇગર: સાલા ક્રૉસ બ્રીડ’નો ફર્સ્ટ લુક શૅર કર્યો છે. ફિલ્મમાં અનન્યા પાન્ડે પણ લીડ રોલમાં જોવા મળશે. આ ફિલ્મને કરણ પોતાના ધર્મા પ્રોડક્શન હેઠળ પ્રેઝન્ટ કરી રહ્યો છે. આ ફિલ્મ પાંચ ભાષાઓમાં રિલીઝ કરવામાં આવશે. પુરી જગન્નાથ ડિરેક્ટ કરશે. ફિલ્મમાં વિજય બૉક્સરના પાત્રમાં દેખાશે. જે ફર્સ્ટ લુક રિલીઝ કરવામાં આવ્યો છે એમાં વિજયની પાછળ અડધા સિંહ અને અડધા વાઘનો ફોટો છે. એવું કહેવામાં આવે છે કે લાઇગર એક એવું મિક્સ્ડ બ્રીડ પ્રાણી હોય છે, જે મેલ લાયન અને ફીમેલ ટાઇગરના મિલનથી જન્મે છે. આ ફિલ્મમાં રોનિત રૉય, રામ્યા ક્રિષ્નન, વિશુ રેડ્ડી અને મકરંદ દેશપાંડે જેવા ઍક્ટર્સ જોવા મળશે. ફિલ્મનો ફર્સ્ટ લુક ટ્વિટર પર શૅર કરીને કરણ જોહરે ટ્વીટ કર્યું હતું કે ‘અહીં ‘લાઇગર’નો ફર્સ્ટ લુક શૅર કરું છું જેમાં બિગ સ્ક્રીન્સ અને લોકોનાં દિલોમાં રાજ કરનાર વિજય દેવરાકોન્ડા અને ઉગ્ર અનન્યા પાન્ડે જોવા મળશે. ફિલ્મને અદ્ભુત એવા પુરી જગન્નાથ ડિરેક્ટ કરશે. વિશ્વને 5 ભાષાઓ જેવી કે હિન્દી, તેલુગુ, તામિલ, કન્નડ અને મલયાલમમાં ‘લાઇગર’ જોવા મળશે.’

