‘ગોવિંદા નામ મેરા’ને સિનેમામાં રિલીઝ ન કરવાનું કારણ આપતાં તેણે આમ કહ્યું
કરણ જોહર
કરણ જોહરે જણાવ્યું કે ‘ગોવિંદા નામ મેરા’ને ડિજિટલ પ્લૅટફૉર્મ પર શું કામ રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મ ડિઝની+હૉટસ્ટાર પર ૧૬ ડિસેમ્બરે રિલીઝ થવાની છે. કરણના કહેવા મુજબ આ પ્લૅટફૉર્મની પહોંચ જેટલાં ઘર સુધી છે એટલાં તો દેશમાં થિયેટર્સ પણ નથી. શશાંક ખૈતાને આ ફિલ્મ ડિરેક્ટ કરી છે. ફિલ્મમાં વિકી કૌશલ, કિયારા અડવાણી અને ભૂમિ પેડણેકર લીડ રોલમાં છે.
ADVERTISEMENT
ટ્વિસ્ટ્સ અને ટર્ન્સથી ભરેલી આ ફિલ્મનું ટ્રેલર હાલમાં રિલીઝ થયું હતું. ફિલ્મને ડિજિટલ પ્લૅટફૉર્મ પર રિલીઝ કરવાનું કારણ કરણને પૂછવામાં આવ્યું હતું. એનો જવાબ આપતાં કરણે કહ્યું કે ‘આપણે જાતે જ આ વિભાજન કર્યું છે કે કમર્શિયલ ફિલ્મ થિયેટર્સ માટે છે અને થોડી હટકે ફિલ્મો ડિજિટલ માટે બની હોય છે. અમને એહસાસ થયો કે ડિઝની+હૉટસ્ટાર એક એવું પ્લૅટફૉર્મ છે જેની પહોંચ જેટલાં ઘર સુધી છે એટલા સિનેમા-હૉલ આપણા દેશમાં નથી. એથી મારું એવું માનવું છે કે આ મેઇનસ્ટ્રીમ મસાલા એન્ટરટેઇનરને રિલીઝ કરવા માટે ખૂબ સુંદર ઘર મળ્યું છે, એથી અમારે વધુ વિચારવાની જરૂર નથી પડી. હું તમને ખાતરી આપું છું કે લોકોની સિસોટી અને તાળીઓનો ગડગડાટ અમારા સુધી પહોંચશે.’