પ્રેમ આંધળો હોય છે – આ વિધાન આપણે લાખ વાર સાંભળ્યું હશે, અનુભવ્યું હશે – કોઇ બીજાના અનુભવે કાં તો આપણી પોતાની જિંદગીમાં પણ. ગુજરાતી દિગ્દર્શક મિહિર ધીરજ ઉપાધ્યાયે (Mihir Dhiraj Upadhyay) આ વાક્યને જાણે પોતાની ફિલ્મ ‘ધી બ્લાઇન્ડ ડેટ’ની (The Blind Date) વાર્તામાં વણી લીધું પણ જરા જુદા અર્થમાં જાણે કે એમ કહે છે કે બ્લાઇન્ડ ઇઝ લવ, એમ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી. ટર્કીના ગોલ્ડન વ્હિટ એવોર્ડ, ઇન્ડો ફ્રેન્ચ ઇન્ટરનેશનલ એવોર્ડ, વિનસ કોમ્યુનિટી એવોર્ડ ઇસ્તંબુલ, ગ્લોબલ ઇન્ડિપેન્ડન્ટ ફિલ્મ ફેસ્ટિવલ, બ્લેક સ્વાન ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ, રોશન ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ જેવા અગણિત એવોર્ડ્ઝ આ ફિલ્મને મળ્યાં છે તો આંતરરાષ્ટ્રીય તથા રાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલ્સમાં આ ફિલ્મની પસંદગી કરાઇ છે. હવે આ ફિલ્મ ડિઝની હૉટસ્ટાર (Disney Hotstar) પર પણ જોઇ શકાય છે અને ગયા અઠવાડિયે કાંદિવલીની સંસ્થા સંવિત્તિએ યોજેલા કાર્યક્રમમાં પણ આ ફિલ્મનું સ્ક્રીનીંગ યોજાયું. સાથે જનાન્તિક શુક્લની ફિલ્મ મૂળસોતાં – The Rootedનું સ્ક્રીનિંગ પણ કરાયું.
02 January, 2023 05:05 IST | Mumbai | Chirantana Bhatt