બહુ જ જલદી રિલીઝની તારીખ થશે જાહેર
કંગના રનૌત
વિવાદોમાં સપડાયેલી કંગના રનૌતની ફિલ્મ ‘ઇમર્જન્સી’ને ફાઇનલી સેન્ટ્રલ બોર્ડ ઑફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC)નું ગ્રીન સિગ્નલ મળી ગયું છે. ગઈ કાલે કંગનાએ જ સોશ્યલ મીડિયા પર એની જાહેરાત કરી હતી. તેણે લખ્યું હતું કે ‘અમને જણાવતા આનંદ થાય છે કે અમારી ફિલ્મ ‘ઇમર્જન્સી’ને સેન્સર સર્ટિફિકેટ મળી ગયું છે. બહુ જ જલદી અમે ફિલ્મની રિલીઝની તારીખ જાહેર કરીશું. તમારો સપોર્ટ અને ધીરજ બદલ આભાર.’ શરૂઆતમાં ૭ સપ્ટેમ્બરે રિલીઝ થનારી આ ફિલ્મમાં કંગનાએ ભૂતપૂર્વ વડાં પ્રધાન ઇન્દિરા ગાંધીનો રોલ કર્યો છે. CBFCની સૂચના મુજબ ફિલ્મના પ્રોડ્યુસર અને ડિરેક્ટરે અમુક દૃશ્યો પર કાતર ચલાવ્યા બાદ સેન્સર સર્ટિફિકેટ આપવામાં આવ્યું હોવાનું કહેવાય છે.