ફક્ત હિન્દી ભાષાના બિઝનેસની વાત કરીએ તો શાહરુખ ખાનની ફિલ્મ હજી પણ આગળ
ફિલ્મનાં પોસ્ટર
પ્રભાસ, અમિતાભ બચ્ચન, દીપિકા પાદુકોણ અને કમલ હાસનની ‘કલ્કિ 2898 AD’એ શાહરુખ ખાનની ‘જવાન’નો પહેલા દિવસના બિઝનેસનો રેકૉર્ડ તોડ્યો છે. ‘જવાન’એ પહેલા દિવસે ૭૫ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો જ્યારે ‘કલ્કિ 2898 AD’એ ૯૫.૭ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. શાહરુખ ખાનની ફિલ્મે હિન્દીમાં ૬૫.૫ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો, જ્યારે પ્રભાસની ફિલ્મે હિન્દીમાં ફક્ત ૨૪ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. આ ફિલ્મે તેલુગુમાં ૬૪.૫ કરોડ, તામિલમાં ચાર કરોડ અને મલયાલમમાં ૨.૨ કરોડની સાથે ટોટલ ૯૫.૭ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. આ ફિલ્મ કોઈ હૉલિડે પર રિલીઝ નથી થઈ. મિડ-વીક એટલે કે ગુરુવારે રિલીઝ થઈ હતી. આ સાથે જ ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે સેમી ફાઇનલ મૅચ હોવા છતાં ફિલ્મે ખૂબ જ સારો બિઝનેસ કર્યો છે. આ ફિલ્મ વીક-એન્ડમાં ખૂબ જ જોરદાર બિઝનેસ કરે એવી આશા છે.
190
દુનિયાભરમાં આટલા કરોડ રૂપિયાનો બિઝનેસ પહેલા દિવસે કર્યો ‘કલ્કિ 2898 AD’એ.

