કાજોલની ત્રિભંગા જાન્યુઆરીમાં થશે ઑનલાઇન રિલીઝ
કાજોલ
કાજોલની ‘ત્રિભંગા’ જાન્યુઆરીમાં ઑનલાઇન રિલીઝ થવાની છે. આ ફિલ્મને રેણુકા શહાણેએ ડિરેક્ટ કરી છે. આ ફિલ્મમાં કાજોલની સાથે તન્વી આઝમી અને મિથિલા પાર્કર પણ જોવા મળશે. કાજોલ ઇન્સ્ટા લાઇવમાં તેના ફૅન્સ સાથે વાતચીત કરી રહી હતી. કાજોલે એ દરમ્યાન જણાવ્યું હતું કે તે ખૂબ જ ઉત્સાહથી 2020 પૂરું થાય અને 2021ની શરૂઆત થાય એની રાહ જોઈ રહી છે. ફૅન્સે તેને તેની આવનારી ફિલ્મ વિશે સવાલ પૂછ્યા હતા. એનો જવાબ આપતાં કાજોલે કહ્યું હતું કે ‘મારી આગામી ફિલ્મ ‘ત્રિભંગા’ જાન્યુઆરીમાં રિલીઝ થવાની છે. એમાં 3 મહિલાઓની સ્ટોરી પર પ્રકાશ પાડવામાં આવશે. આ ફિલ્મ કરતી વખતે મને ખૂબ સારો અનુભવ મળ્યો હતો. રેણુકા પ્રશંસનીય ડિરેક્ટર છે. એથી તમને સૌને આ ફિલ્મ દેખાડવા માટે હું આતુર છું. આશા રાખું છું કે ફેબ્રુઆરીમાં મારી પાસે તમારા માટે કહેવા માટે કંઈક ખાસ હશે. એને લઈને ખૂબ એક્સાઇટેડ છું.’

