આ વિશે વાત કરતાં કાજોલે ઇન્સ્ટાગ્રામ પર ગઈ કાલે વિડિયો શૅર કરીને કહ્યું હતું કે...
કાજોલ
કાજોલે હાલમાં જ તેની ફેવરિટ ફિલ્મ વિશે જાહેરાત કરી છે. લોકોને એવી આશા હતી કે તેની શાહરુખ ખાન સાથેની ‘દિલવાલે દુલ્હનિયા લે જાએંગે’ તેની ફેવરિટ ફિલ્મ હશે. જોકે કાજોલની ફેવરિટ ફિલ્મ અમિતાભ બચ્ચન, ધર્મેન્દ્ર અને હેમા માલિનીની ‘શોલે’ છે. આ વિશે વાત કરતાં કાજોલે ઇન્સ્ટાગ્રામ પર ગઈ કાલે વિડિયો શૅર કરીને કહ્યું હતું કે ‘મારી ફેવરિટ ફિલ્મ, જેને હું કોઈ પણ જગ્યાએ અને કોઈ પણ સમયે જોઈ શકું એ ‘શોલે’ છે. મને આ ફિલ્મ ખૂબ જ પસંદ છે અને દરેક પાત્ર પણ ખૂબ જ પસંદ છે. મેં હાલમાં જ એક અન્ય ફિલ્મ ‘સાઉન્ડ ઑફ મ્યુઝિક’ જોઈ છે. આ પણ એક અદ્ભુત ફિલ્મ હતી અને મ્યુઝિક અને પાત્રો પણ ખૂબ જ સારાં છે. આ ફિલ્મ જોતી વખતે પાણી પીવા માટે ઊભાં થવાની પણ મને ઇચ્છા નહોતી થઈ રહી.’

