જુહી ચાવલા બાદ બીજા નંબરે ઐશ્વર્યા રાય બચ્ચનની સંપત્તિ ૮૫૦ કરોડ છે, પ્રિયંકા ચોપડા-જોનસની સંપત્તિ ૬૫૦ કરોડ છે.
જુહી ચાવલા
ટૅલન્ટેડ ઍક્ટ્રેસ જુહી ચાવલાએ સૌથી શ્રીમંત ઍક્ટ્રેસના લિસ્ટમાં ઐશ્વર્યા રાય બચ્ચન, દીપિકા પાદુકોણ, આલિયા ભટ્ટ અને પ્રિયંકા ચોપડાને પણ પાછળ છોડીને મોખરાનું સ્થાન મેળવ્યું છે. તેની નેટવર્થ ૪૫૦૦ કરોડ રૂપિયા હોવાનું જણાવવામાં આવ્યું છે.
હુરુન ઇન્ડિયા રિચ લિસ્ટ 2024માં ઘણાં ઍક્ટર અને ઍક્ટ્રેસનાં નામ છે. ૭૩૦૦ કરોડ રૂપિયાની નેટવર્થ સાથે શાહરુખ ખાન ટોચ પર છે. આ લિસ્ટમાં અન્ય નામમાં જુહી ચાવલા, હૃતિક રોશન, અમિતાભ બચ્ચન અને કરણ જોહર સહિતનાં નામ છે.
ADVERTISEMENT
શાહરુખ ખાન અને જુહી ચાવલા ઇન્ડિયન પ્રીમિયર લીગની ટીમ કોલકાતા નાઇટ રાઇડર્સનાં માલિક છે. શાહરુખ ખાનની રેડ ચિલીઝ એન્ટરટેઇનમેન્ટમાં પણ જુહી ચાવલા બિઝનેસ પાર્ટનર છે. જુહી ચાવલાના પતિ જય મહેતા ઉદ્યોગપતિ છે અને તેમનો બિઝનેસ રિયલ એસ્ટેટ, ડાયમન્ડ, મીડિયા અને એન્ટરટેઇનમેન્ટ સેક્ટરમાં છે. મહેતા ગ્રુપની સંપત્તિ પણ ૧૦૦૦થી ૨૪૦૦ કરોડ રૂપિયાની છે.
જુહી ચાવલા બાદ બીજા નંબરે ઐશ્વર્યા રાય બચ્ચનની સંપત્તિ ૮૫૦ કરોડ છે, પ્રિયંકા ચોપડા-જોનસની સંપત્તિ ૬૫૦ કરોડ છે.