આ સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે તેમની કોમેડીને વધુ જબરદસ્ત બનાવવા માટે પહેલા બે ભાગમાં દેખાતા જજ સૌરભ શુક્લા પણ મહત્વના રોલમાં જોવા મળશે
ફાઇલ તસવીર
`જોલી એલએલબી` અને `જોલી એલએલબી 2`ની સફળતા બાદ હવે `જોલી એલએલબી 3`નું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ફિલ્મની ત્રીજી સિક્વલમાં પહેલા જોલી અરશદ વારસી અને બીજા ભાગનો જોલી નંબર 2 અક્ષય કુમાર જોવા મળશે. આ સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે તેમની કોમેડીને વધુ જબરદસ્ત બનાવવા માટે પહેલા બે ભાગમાં દેખાતા જજ સૌરભ શુક્લા પણ મહત્વના રોલમાં જોવા મળશે.
`જોલી એલએલબી 3`નો ડબલ ડોઝ
ADVERTISEMENT
મીડિયા અહેવાલો અનુસાર, `સુભાષ કપૂર, અક્ષય કુમાર અને અરશદ વારસી લાંબા સમયથી `જોલી એલએલબી 3`ના શૂટિંગમાં વ્યસ્ત છે. લેખકોએ ફિલ્મની વાર્તામાં એક અદ્ભુત ટ્વિસ્ટ આપ્યો છે જેથી `જોલી એલએલબી 3`માં બંને જોલી સામસામે જોવા મળશે. કોર્ટની કાર્યવાહી દરમિયાન બંનેની દલીલો જોવા જેવી રહેશે. આ ફિલ્મના સીન ખૂબ જ ફની રીતે પીરસવામાં આવશે.
2023માં ફિલ્મની મજા માણી શકશે
સૂત્રોએ એ પણ જણાવ્યું કે, `મેકર્સ ફરી એકવાર કોર્ટરૂમ ડ્રામા મોટા પડદા પર રજૂ કરવા જઈ રહ્યા છે. આ ફિલ્મમાં ડ્રામા, એક્શન, કોમેડી, રોમાન્સ તમામ પ્રકારના રંગો જોવા મળશે. હાલમાં, સ્ક્રિપ્ટમાં ફેરફાર કરીને અંતિમ સ્પર્શ આપવામાં આવી રહ્યો છે અને તે પછી ટીમ ટૂંક સમયમાં પ્રી-પ્રોડક્શન શરૂ કરવા જઈ રહી છે. આ ફિલ્મ 2023માં સિનેમાઘરોમાં રજૂ થશે.
ફિલ્મમાં બે કોમેડી દિગ્ગજો સામસામે
આ ફિલ્મ વિશે કહેવામાં આવી રહ્યું છે કે બંને અભિનેતા અક્ષય કુમાર અને અરશદ વારસી એક જ સ્ક્રીન પર સાથે જોવા મળશે. આ ફિલ્મમાં તેઓ તેમની ગંભીર કોમેડીથી એકબીજાને ટક્કર આપશે. તમને જણાવી દઈએ કે અક્ષય અને અરશદની જોડી આ પહેલા `જાની દુશ્મનઃ એક અનોખી કહાની` (2002) અને `બચ્ચન પાંડે` (2022)માં સાથે જોવા મળી હતી. ચાહકો માટે તેમને ફરી એકવાર જોવા એ એક સારા સમાચાર હશે.

