Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > આલિયા ‘જી લે ઝરા’ને લઈને એક્સાઇટેડ છે

આલિયા ‘જી લે ઝરા’ને લઈને એક્સાઇટેડ છે

Published : 24 March, 2023 02:41 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ ફિલ્મમાં તેની સાથે પ્રિયંકા ચોપડા જોનસ અને કૅટરિના કૈફ પણ જોવા મળશે

આલિયા ભટ્ટ

આલિયા ભટ્ટ


ફરહાન અખ્તરની આગામી ફિલ્મ ‘જી લે ઝરા’ને લઈને આલિયા ભટ્ટ ભારે આતુર છે. આ ફિલ્મમાં તેની સાથે પ્રિયંકા ચોપડા જોનસ અને કૅટરિના કૈફ પણ જોવા મળશે. એક દાયકા બાદ ફરહાન ડિરેક્શનમાં પાછો ફરી રહ્યો છે. ૨૦૧૧માં આવેલી ‘ડૉન 2’ને તેણે છેલ્લે ડિરેક્ટ કરી હતી. ત્યાર બાદ હવે તે ‘જી લે ઝરા’ને ડિરેક્ટ કરવાનો છે. ફરહાન આ ફિલ્મ રીમા કાગતી, ઝોયા અખ્તર અને રિતેશ સિધવાની સાથે મળીને પ્રોડ્યુસ કરવાનો છે. આ ફિલ્મના શૂટિંગ-લોકેશન માટે ફરહાન રાજસ્થાન ગયો છે. ત્યાંનો પોતાનો ફોટો તેણે શૅર કર્યો છે. એ ફોટોમાં તે રાજસ્થાનના રણમાં ઊભો છે. એ ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને ફરહાને કૅપ્શન આપી હતી, ‘સોનાને શોધી રહ્યો છું...’


તેના આ ફોટોને જોઈને આલિયાએ કમેન્ટ કરી હતી, ‘હવે રાહ નથી જોવાતી.’


Whatsapp-channel Whatsapp-channel

24 March, 2023 02:41 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK