ડિરેક્ટર અનિલ શર્મા કહે છે કે ત્રીજા ભાગની તૈયારી શરૂ થઈ ગઈ છે
અનિલ શર્મા
ફિલ્મમેકર અનિલ શર્માએ ‘ગદર 3’ની માહિતી આપતાં એની સ્ક્રિપ્ટ પર કામ ચાલી રહ્યું હોવાનું જણાવ્યું છે. ૨૦૦૧માં ‘ગદર : એક પ્રેમ કથા’ રિલીઝ થઈ હતી. ત્યાર બાદ બાવીસ વર્ષ બાદ ગયા વર્ષે ‘ગદર 2’ રિલીઝ થઈ હતી. એ ફિલ્મે ફરી એક વખત થિયેટરમાં લોકોને ઘેલું લગાડી દીધું હતું. હવે એનો ત્રીજો પાર્ટ ઇમોશન્સથી ભરપૂર હશે એવું ફિલ્મમેકર કહે છે. ‘ગદર 3’ વિશે અનિલ શર્મા કહે છે, ‘અમે ‘ગદર 3’ પર કામ શરૂ કરી દીધું છે. ફિલ્મને સંબંધિત કામ જ્યારે પૂરાં થશે ત્યારે અમે એ વિશે વધુ માહિતી આપીશું, કારણ કે હજી એમાં સમય લાગશે. ‘ગદર 2’ને આવવામાં વીસ વર્ષનો સમય લાગી ગયો હતો. ‘ગદર 3’ની સ્ક્રિપ્ટ પૂરી થશે ત્યારે એ વિશે જણાવીશું. મને એવું લાગે છે કે એ ફિલ્મ માત્ર ઇમોશન્સનો બૉમ્બ નહીં હોય પરંતુ ઇમોશન્સનો ઍટમ બૉમ્બ રહેશે. મારું એવું માનવું છે કે ફિલ્મની સ્ટોરી કન્ટિન્યુ થવી જોઈએ અને હું પણ ચાહું છું કે એ કન્ટિન્યુ રહે.’

