મૅરેજ ન થાય એના કરતાં મોડાં થયાં એની પણ તેને ખુશી છે
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
સોનાક્ષી સિંહાને હજી વહેલાં ઝહીર ઇકબાલ સાથે લગ્ન કરવાં હતાં. સાત વર્ષ એકમેકને ડેટ કર્યા બાદ ૨૩ જૂને તેમણે લગ્ન કર્યાં હતાં. આ લગ્નથી તેના ભાઈ લવ અને કુશ નારાજ હોવાની ચર્ચા છે. લગ્ન વિશે વાત કરતાં સોનાક્ષી કહે છે, ‘હું ઘણા સમયથી જે ઇચ્છતી હતી એ થયું એની મને ખુશી છે. મારે જ્યાં હોવું જોઈતું હતું હું ત્યાં જ છું. ઝહીર સાથે સમય પસાર કરવો મને ખૂબ જ પસંદ છે, કારણ કે તે મારો બેસ્ટ ફ્રેન્ડ છે. કામ કરીને તેની પાસે જવું મને ખૂબ જ પસંદ છે. કાશ, મારાં લગ્ન જલદી થયાં હોત. જોકે મૅરેજ ન થાય એના કરતાં મોડાં થયાં એની પણ મને ખુશી છે.’