આ ફિલ્મને અલી અબ્બાસ ઝફરે ડિરેક્ટ કરી છે.
શાહિદ કપૂર
શાહિદ કપૂરને પહેલેથી જ શાનદાર ઍક્શન ફિલ્મ કરવાની ઇચ્છા હતી, પરંતુ તે યોગ્ય પ્રોજેક્ટની રાહ જોઈ રહ્યો હતો. તેની ‘બ્લડી ડૅડી’ ૯ જૂને જીયો સ્ટુડિયોઝ પર રિલીઝ થવાની છે. આ ફિલ્મને અલી અબ્બાસ ઝફરે ડિરેક્ટ કરી છે. ઍક્શન ફિલ્મોમાં કામ કરવા વિશે શાહિદ કપૂરે કહ્યું કે ‘હું અગાઉથી જ આઉટ-ઍન-આઉટ ઍક્શન ફિલ્મમાં કામ કરવા માગતો હતો, પરંતુ હું કોઈ યોગ્ય પ્રોજેક્ટની રાહ જોઈ રહ્યો હતો. અલી જ્યારે મારી પાસે આ પ્રોજેક્ટ લઈને આવ્યો ત્યારે હું સમજી ગયો કે આ જ એ પ્રોજેક્ટ છે. એ ફિલ્મ હાઈ-ઑક્ટેન, ઍક્શનથી ભરપૂર, થ્રિલિંગ, આક્રમક અને ખાસ ડિજિટલના દર્શકો માટે બનાવવામાં આવી છે. ફિલ્મોની સ્ટાઇલની વાત આવે ત્યારે અલી ખરા અર્થમાં માસ્ટર છે. તેની સાથે કામ કરવાનો અનુભવ મારા માટે શાનદાર રહ્યો. બ્લડી દર્શકોનાં રીઍક્શન જોવા માટે આતુર છે.’