વિખ્યાત ગુજરાતી સર્જક વિપુલ મહેતા ડિરેક્ટ કરશે આ રિયલ સ્ટોરીને
રિક્ષા-ડ્રાઇવર બનશે હુમા કુરેશી
હુમા કુરેશી તેની આગામી ફિલ્મમાં રિક્ષા-ડ્રાઇવરના રોલમાં દેખાવાની છે. વિખ્યાત ગુજરાતી નાટકોના તથા ગુજરાતી-હિન્દી-મરાઠી ફિલ્મોના સર્જક વિપુલ મહેતા આ ફિલ્મને ડિરેક્ટ કરશે. જિયો સ્ટુડિયોઝ દ્વારા પ્રસ્તુત આ ફિલ્મની સ્ટોરી એક રિયલ લાઇફ મહિલા રિક્ષા-ડ્રાઇવરના જીવન પર આધારિત છે. આ ફિલ્મ પોલાદી ઇચ્છાશક્તિ અને તીક્ષ્ણ દૃષ્ટિ ધરાવતી એવી એક મહિલાના જીવન પર આધારિત છે જે એક બળવો પ્રગટાવે છે અને મહિલાઓને પોતાના ભાગ્યનું સ્ટીઅરિંગ વ્હીલ ખુદના હાથમાં લેવા પ્રેરે છે. ફિલ્મ વિશે હુમાએ કહ્યું કે ‘અજેય જોશવાળા પાત્રને ભજવવું એ દુર્લભ તક છે. મહિલા દિવસ નિમિત્તે એની જાહેરાત કરવી હૃદયસ્પર્શી છે. આ એક એવો દિવસ છે જ્યારે મહિલાઓની તાકાત અને સન્માનને સેલિબ્રેટ કરવામાં આવે છે.’

