બ્રૅડ મિનિચે ઘણી ફિલ્મોમાં વિઝ્યુઅલ ઇફેક્ટ્સ સુપરવાઇઝર તરીકે કામ કર્યું છે.
જુનિયર એનટીઆરની ફિલ્મ માટે હૉલીવુડના વિઝ્યુઅલ ઇફેક્ટ્સ આર્ટિસ્ટની પસંદગી
જુનિયર એનટીઆરની આગામી ફિલ્મ માટે હૉલીવુડની ફિલ્મ ‘ઍક્વામૅન’ના વિઝ્યુઅલ ઇફેક્ટ્સ આર્ટિસ્ટની પસંદગી કરવામાં આવી છે. બ્રૅડ મિનિચે ઘણી ફિલ્મોમાં વિઝ્યુઅલ ઇફેક્ટ્સ સુપરવાઇઝર તરીકે કામ કર્યું છે. બ્રૅડ મિનિચે આ સાથે જ ‘બૅટમૅન વર્સસ સુપરમૅન’ અને ‘જસ્ટિસ લીગ’ જેવી ઘણ વિઝ્યુઅલ ઇફેક્ટ્સથી ભરપૂર ફિલ્મોમાં કામ કર્યું છે. તેની આ પહેલી ઇન્ડિયન ફિલ્મ છે. આ ફિલ્મ દ્વારા જાહ્નવી કપૂર તેલુગુ ફિલ્મમાં એન્ટ્રી કરી રહી છે. આ ફિલ્મ ૨૦૨૪ની પાંચ એપ્રિલે રજૂ કરવામાં આવશે. આ ફિલ્મને તેલુગુ, તામિલ, હિન્દી, કન્નડ અને મલયાલમમાં રિલીઝ કરવામાં આવશે.

