Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > છઠ્ઠા અઠવાડિયામાં હનુમાન અંશની કુલ કમાણી પહોંચી ૨૨૩.૫૩ કરોડ રૂપિયા સુધી

છઠ્ઠા અઠવાડિયામાં હનુમાન અંશની કુલ કમાણી પહોંચી ૨૨૩.૫૩ કરોડ રૂપિયા સુધી

Published : 18 September, 2026 12:01 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પ્રીતિ ઝિન્ટાએ ડ્રાઇવર, હાઉસકીપર અને કુક સાથે માણી હનુમાન અંશ

‘હનુમાન અંશ’ બૉક્સ-ઑફિસ પર સતત શાનદાર પ્રદર્શન કરી રહી છે

‘હનુમાન અંશ’ બૉક્સ-ઑફિસ પર સતત શાનદાર પ્રદર્શન કરી રહી છે


નીમ કરોલી બાબાના જીવન પર આધારિત ‘હનુમાન અંશ’ બૉક્સ-ઑફિસ પર સતત શાનદાર પ્રદર્શન કરી રહી છે. છઠ્ઠા સપ્તાહમાં પણ ફિલ્મની કમાણીની ગતિ યથાવત્ રહી છે અને ટ્રેન્ડ્સને જોતાં ફિલ્મ આ અઠવાડિયાના અંત સુધીમાં ભારતમાં બૉક્સ-ઑફિસ પર નેટ કમાણીના મામલે ૨૫૦ કરોડ રૂપિયાનો આંકડો આરામથી પાર કરી શકે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ ફિલ્મની નેટ કમાણીના સત્તાવાર આંકડા જોઈએ તો એણે શુક્રવારે ૧૦.૫૦ કરોડ રૂપિયા, શનિવારે ૧૭.૫૦ કરોડ રૂપિયા, રવિવારે ૨૧.૦૭ કરોડ રૂપિયા, સોમવારે ૮ કરોડ રૂપિયા, મંગળવારે ૭.૮૦ કરોડ રૂપિયા અને બુધવારે ૫.૫૦ કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. આ સાથે ‘હનુમાન અંશ’ની ભારતમાં કુલ નેટ કમાણી ૨૨૩.૫૩ કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે.



પ્રીતિ ઝિન્ટાએ ડ્રાઇવર, હાઉસકીપર અને કુક સાથે માણી હનુમાન અંશ


નીમ કરોલી બાબાના જીવન પર બનેલી ફિલ્મ ‘હનુમાન અંશ’ રિલીઝ થયા બાદથી જ બૉક્સ-ઑફિસ પર શાનદાર પ્રદર્શન કરી રહી છે. સામાન્ય દર્શકોની સાથે અનેક જાણીતી હસ્તીઓ પણ ફિલ્મની પ્રશંસા કરી ચૂકી છે. હવે પ્રીતિ ઝિન્ટાએ પણ ‘હનુમાન અંશ’ જોઈ છે અને ફિલ્મની ભરપૂર પ્રશંસા કરી છે.

પ્રીતિએ ખુલાસો કર્યો છે કે તેણે પોતાના ડ્રાઇવર, હાઉસકીપર અને કુક સાથે ‘હનુમાન અંશ’ જોઈ હતી. પ્રીતિએ કહ્યું હતું કે તે થોડા સમય પહેલાં નીમ કરોલી બાબાના કૈંચી ધામ આશ્રમની મુલાકાતે ગઈ હતી અને આ જ કારણસર તેને ફિલ્મ જોવાની ખાસ ઉત્સુકતા હતી.


પ્રીતિએ સોશ્યલ મીડિયા પર ફૅન્સ સાથે વાતચીત કરતી વખતે લખ્યું હતું કે ‘મને ‘હનુમાન અંશ’ બહુ ગમી. હું મારા ડ્રાઇવર, હાઉસકીપર અને કુક સાથે આ ફિલ્મ જોવા ગઈ હતી. એક રીતે કહીએ તો અમારી મૂવી-ડેટ હતી. થોડા સમય પહેલાં હું કૈંચી ધામમાં નીમ કરોલી બાબાના આશ્રમમાં ગઈ હતી તેથી આ ફિલ્મ જોવાની મને ખૂબ ઉત્સુકતા હતી. જ્યારે હું ફિલ્મ જોવાનો પ્લાન બનાવી રહી હતી ત્યારે મારા સ્ટાફે આ વાત સાંભળી અને તેઓ પણ મારી સાથે આવવા માગતા હતા. તેથી અમે બધા સાથે ફિલ્મ જોવા ગયા. જો તમે હજી સુધી આ ફિલ્મ જોઈ નથી તો જરૂર જુઓ. તમને આ ફિલ્મ ખૂબ પસંદ આવશે.’

Whatsapp-channel Whatsapp-channel

18 September, 2026 12:01 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK