Game Of Thrones Season8:શું ફરી બનશે ગેમ ઑફ થ્રૉન્સ?ટ્વીટ જોઇને જાગી આશ
આ વર્ષની શરૂઆતમાં આવેલી 'ગેમ ઑફ થ્રોન્સ'ની કથિત છેલ્લી સીઝન લોકોને પસંદ આવી નથી. 8મી સીઝનમાં આ સીરીઝને પૂરી કરવાની જે રીત અપનાવવામાં આવી હતી તેનાથી ચાહકો ખૂબ જ નારાજ થયા હતા. આના પછી આને લઈને નવી ચર્ચા શરૂ થઈ ગઈ છે. 'ગેમ ઑફ થ્રોન્સ'ના ઑફિશિયલ ટ્વિટર અકાઉ્નટ પરથી એક પોસ્ટ કરવામાં આવી. આના પછી ઇન્ટરનેટની દુનિયામાં આને લઈને સવાલ ઊભા થઈ રહ્યા છે.
26 નવેમ્બરના દિવસે ગેમ ઑફ થ્રોન્સના ઑફિશિયલ ટ્વિટર અકાઉન્ટ પરથી ત્રણ શબ્દનું ટ્વીટ કરવામાં આવ્યું. આમાં લખવામાં આવ્યું, "વિંટર ઇઝ કમિંગ". આ ગેમ ઑફ થ્રોન્સના સૌથી ફેમસ ડાયલૉગ્સમાંનો એક છે. આના પછીથી લોકો આના પર કયાસ લગાવી રહ્યા છે. યૂઝર્સ આ પોસ્ટ પર કોમેન્ટ કરીને પૂછ્યું, "શું 8મી સીઝન ફરીથી બનાવવામાં આવી રહી છે." હજી સુદી આનો કોઇ જ ઑફિશિયલ જવાબ નથી આવ્યો. જો કે, આ ટ્વીટ હાલ ઘણો વાયરલ થઈ રહ્યો છે. અત્યાર સુદી આ ટ્વીટ લગભઘ 3 લાખ લાઇક મળી ચૂક્યા છે. તો આને 80 હજારથી વધારે વાર રીટ્વીટ કરવામાં આવ્યું છે.
ADVERTISEMENT
Winter is coming.
Winter is coming.
— Game of Thrones (@GameOfThrones) November 25, 2019
Season 8 remake is coming.
Season 8 remake is coming.
— Joe (@JoosefSZN) November 25, 2019
Season 8 remake confirmed
Season 8 remake confirmed
— ?️ Dwight Powder ?️ (@DwightPowderGG) November 25, 2019
જણાવીએ કે વર્ષની શરૂઆતમાં ઘણી આશાઓથઈ આની છેલ્લી સીઝનને રિલીઝ કરી હતી. સીઝનના કેટલાય એપિસોડ ઘણાં લાંબા અને બોરિંગ પણ હતા. આના પછીથી જ આને બદલાવવાની માગ થઈ રહી છે. હવે લાગે છે કે કંઇક થવાનું છે. જો કે, આ પહેલા 20ના કરવામાં આવેલા ટ્વીટમાં આ વાતની માહિતી આપવામાં આવી હતી, આ છેલ્લી સીઝન છે. આના પછી ગેમ ઑફ થ્રોન્સ પૂરી થઈ જશે. એવામાં નવી સીઝનની આશા ઓછી લાગે છે. આના મેકર્સે આની પુષ્ટી નથી કરી.
આ પણ વાંચો : Kiran Acharya: ભૂરી આંખ ધરાવતી ગુજ્જુ એક્ટ્રેસના એક્સેપ્રેશનના છે લાખો લોકો દિવાના
ડેલી મેલીમાં છપાયેલી એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કેટલાક દિવસો પહેલા એક્ટર એમેલિયા ક્લૉર્કે આ વિશે વાત કરી હતી. તેમણે એક પ્રૉગ્રામ દરમિયાન જણાવ્યું હતું કે તેનું પાત્ર Daenerys Targaryen પાગલ કેમ થઈ ગયું હતું. આ સીઝનમાં સૌથી વધારે ચર્ચા આ વાતની થઈ રહી છે. હવે જોવાનું એ છે કે આખરે મેકર્સ શું નિર્ણય લે છે?