તમારી ઉંમર ખરેખર આટલી છે? PM મોદીના સવાલ સામે મિલિંદ સોમણે કહ્યું આ...
ફાઈલ તસવીર
ફિટનેસ અને હૅલ્થને પ્રોત્સાહન આપવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ‘ફીટ ઈન્ડિયા ડાયલોગ’ના ભાગરૂપ ભારતીય ક્રિકેટ ટીમના કૅપ્ટન વિરાટ કોહલી અને એક્ટર-મોડેલ મિલિંદ સોમણ સાથે વાતચીત કરી હતી.
મિલિંદ સોમણ 55 વર્ષનો છે એ વાતનો ઉલ્લેખ કરતા વડા પ્રધાન મોદીએ સોમણને સવાલ કર્યો કે, તમારી જે ઉંમર છે એ ખરેખર છે કે કોઈ બીજી વાત છે?
ADVERTISEMENT
વડાપ્રધાનના આ સવાલ સામે મિલિંદ સોમણે જવાબ આપ્યો કે, ઘણા લોકો મને કહે છે કે હું 55 વર્ષનો છું? એ લોકોને અચંબો થાય છે કે આ ઉંમરે હું 500 કિલોમીટર કેવી રીતે દોડી શકું છું. હું તેમને કહું છું કે મારી મમ્મીની ઉંમર 81 વર્ષ છે. હું જ્યારે તેની ઉંમરનો થાઉ ત્યારે હું એના જેવો બનું એવી મારી ઈચ્છા છે. મારી મમ્મી મારા અને ઘણા લોકો માટે પ્રેરણારૂપ છે.
વડાપ્રધાન મોદીએ મજાકમાં ‘મેડ ઈન ઈન્ડિયા મિલિંબ’ કહેતા ઉમેર્યું કે, તેણે પોતાની મમ્મીના પુશ-અપ્સ કરતા વિડિયો મોકલ્યા હતા જે મે પાંચ વખત જોયા હતા.
મિલિંદ સોમણે કહ્યું કે, પહેલાની પેઢી દરરોજ 50 કિલોમીટર ચાલતી હતી, તેમ જ ગામમાં મહિલાઓ દૈનિક કામકાજમાં ઘણા શારીરિક પરિશ્રમવાળા કામો જેવા કે કૂવામાંથી પાણી ખેચવાનું કામ કરતી હતી. પરંતુ શહેરમાં આપણે ફિટનેસનું ધ્યાન રાખી શકતા નથી. એક વ્યક્તિ સામાન્ય રીતે 100 કિલોમીટર ચાલી શકે છે. જીમ અને મશીન્સથી જ તમે ફિટ રહો એ જરૂરી નથી. ઘરમાં આઠ બાય 10 ફૂટની જગ્યામાં પણ તમે ફીટ રહી શકો છો. તમને ફક્ત માનસિક શક્તિની જરૂર છે.

