વિકી કૌશલ સાથે ‘સૅમ બહાદુર’માં પણ જોવા મળવાની છે. સ્ટારડમ વિશે ફાતિમાએ કહ્યું કે ‘કંગના રનોટ અને આલિયા ભટ્ટ જેવા ઍક્ટર્સમાં બૉક્સ-ઑફિસ પર ટંકશાળ પાડવાની ક્ષમતા છે.
ફાતિમા સના શેખ
ફાતિમા સના શેખે કંગના રનોટ અને આલિયા ભટ્ટની પ્રશંસા કરતાં જણાવ્યું કે તેમની ફિલ્મો જોવા દર્શકો થિયેટરમાં ખેંચાઈ આવે છે. સાથે જ ત્રણેય ખાનની પણ તેણે પ્રશંસા કરી છે. ફાતિમાની ફિલ્મ ‘ધક ધક’ હાલમાં જ રિલીઝ થઈ છે. તે વિકી કૌશલ સાથે ‘સૅમ બહાદુર’માં પણ જોવા મળવાની છે. સ્ટારડમ વિશે ફાતિમાએ કહ્યું કે ‘કંગના રનોટ અને આલિયા ભટ્ટ જેવા ઍક્ટર્સમાં બૉક્સ-ઑફિસ પર ટંકશાળ પાડવાની ક્ષમતા છે, કારણ કે તેમની ફિલ્મો જોવા માટે દર્શકો થિયેટરમાં જાય છે. મને જાણ નથી કે એ સ્ટારડમ કેવી રીતે મેળવવાનું. એ હવે ભાગ્યે જ જોવા મળે છે. ખાન્સે તો આજે પણ પોતાનું સ્ટારડમ ટકાવી રાખ્યું છે. કેટલાક ઍક્ટર્સ માટે બૉક્સ-ઑફિસ અગત્યની હોય છે. એવા ખૂબ ઓછા ઍક્ટર્સ છે જે દર્શકોને થિયેટરમાં ખેંચી લાવે છે.’

