Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > આવતા મહિને વાગશે ફરહાન અખ્તર-શિબાની દાંડેકરના લગ્નની શરણાઈ

આવતા મહિને વાગશે ફરહાન અખ્તર-શિબાની દાંડેકરના લગ્નની શરણાઈ

Published : 31 January, 2022 01:56 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

કપલ ફેબ્રુઆરીમાં કોર્ટ મેરેજ અને એપ્રિલ મહિનામાં ગ્રાન્ડ વેડિંગનું પ્લાનિંગ કરી રહ્યાં છે

તસવીર સૌજન્ય : ઇન્સ્ટાગ્રામ

તસવીર સૌજન્ય : ઇન્સ્ટાગ્રામ


બૉલિવૂડના ૪૭ વર્ષીય અભિનેતા-દિગ્દર્શક-પ્રોડ્યુસર ફરહાન અખ્તર (Farhan Akhtar) તેમની લોન્ગ ટાઇમ ગર્લફ્રેન્ડ અને ૪૧ વર્ષીય મૉડેલ શિબાની દાંડેકર (Shibani Dandekar) સાથેના લગ્નને કારણે છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં રહે છે. તાજેતરમાં મળેલા સમાચાર પ્રમાણે આ કપલ ફેબ્રુઆરીમાં કોર્ટ મેરેજ કરશે અને પછી એપ્રિલ મહિનામાં ગ્રાન્ડ વેડિંગનું તેમનું પ્લાનિંગ છે. આ ગ્રાન્ડ વેડિંગ એકદમ બૉલિવૂડ સ્ટાઇલના હશે, તેમ સુત્રો જણાવે છે. પરંતુ આ બાબતે કપલ તરફથી હજી સુધી કોઈ ઓફિશ્યલ સ્ટેટમેન્ટ આપવામાં નથી આવ્યું.

મીડિયા અહેવાલો પ્રમાણે, કોરોનાના વધતા કેસોને ધ્યાનમાં રાખીને ફરહાન અખ્તર અને શિબાની દાંડેકરે ફેબ્રુઆરીમાં કોર્ટ મેરેજ કરવાનો નિર્ણય લીધો હતો. જો કે, હવે એવા અહેવાલો છે કે કોવિડની સ્થિતિ પહેલા કરતા સુધરી રહી છે એટલે કપલ એપ્રિલમાં ગ્રાન્ડ લગ્ન કરવાનું વિચારી રહ્યું છે. આ લગ્નમાં અનેક સેલિબ્રિટિઝ હાજરી આપશે. તેમજ આ દરમિયાન કોરોનાના નિયમોનું સંપૂર્ણ રીતે પાલન કરવામાં આવશે.



તમને જણાવી દઈએ કે ફરહાન અખ્તર અને શિબાની દાંડેકર લગભગ ચાર વર્ષથી એકબીજા સાથે રિલેશનમાં છે. શરુઆતમાં બંનેએ થોડા સમય માટે તેમના સંબંધો જાહેર નહોતા કર્યા. જો કે, વર્ષ ૨૦૧૮માં કપલે સત્તાવાર રીતે તેમના સંબંધોની જાહેરાત કરી હતી. કપલ અત્યારે લિવ-ઇનમાં રહે છે.


અહેવાલો અનુસાર, ફરહાન તથા શિબાનીએ વેડિંગ માટે મુંબઈની ફાઇવ સ્ટાર હોટલ બુક કરી લીધી છે. લગ્નની મોટાભાગની તૈયારીઓ પૂરી થઈ ચૂકી છે. કપલ લગ્નમાં ફેશન ડિઝાઇનર સબ્યાસાચીના આઉટફિટ પહેરશે. તેમણે લગ્ન માટે પેસ્ટલ કલર્સના આઉટફિટ પસંદ કર્યા છે.

ઉલ્લેખનીય છે કે, ફરહાન અખ્તરના આ બીજા લગ્ન છે. ફરહાને વર્ષ ૨૦૦૦માં હેરસ્ટાઈલિસ્ટ અધુના ભબાની સાથે લગ્ન કર્યા હતા. બંનેની પહેલી મુલાકાત ફરહાનની ડેબ્યૂ ફિલ્મ `દિલ ચાહતા હૈ` દરમિયાન થઈ હતી. અધુના ભબાનીએ પણ આ ફિલ્મથી હેરસ્ટાઈલિસ્ટ તરીકે ડેબ્યુ કર્યું હતું. આ લગ્નથી તેમને બે દીકરીઓ શાક્યા અખ્તર તથા અકીરા અખ્તર છે. વર્ષ ૨૦૧૬માં ફરહાન તથા અધુનાએ ડિવોર્સ લીધા હતા. દીકરીઓની કસ્ટડી અધુનાને મળી હતી.


Whatsapp-channel Whatsapp-channel

31 January, 2022 01:56 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK