ફૅમિલી સાથે મૉલદીવ્ઝમાં બર્થ-ડે સેલિબ્રેટ કર્યો બિપાશાએ અને વધુ સમાચાર
ફારાહ ખાન
ફારાહ ખાનનું કહેવું છે કે કરણ જોહર તેના શોમાં કોઈને બોલવાનો ચાન્સ જ નથી આપતો. કરણ જોહરે હામલાં જ સોશ્યલ મીડિયા પર એક વિડિયો શૅર કર્યો છે. ઇન્સ્ટાગ્રામ પર શૅર કરેલા આ વિડિયોમાં તે ફારાહ ખાનની ફૅશન સ્ટાઇલની વાત કરી રહ્યો છે. તેણે ફારાહનાં ખૂબ જ વખાણ કર્યાં છે. આ વિડિયોમાં તે ફારાહને ઘણા સવાલો કરી રહ્યો છે. જોકે ફારાહ જવાબ આપે એ પહેલાં જ કરણ બીજો સવાલ કરે છે. આ વિશે ફારાહ કહે છે કે ‘કરણ, તું ‘કૉફી વિથ કરણ’માં પણ કોઈને બોલવા નથી દેતો. જો તું બોલવા દેશે તો અમે લોકો તારા સવાલના જવાબ આપી શકીશું.’
ફૅમિલી સાથે મૉલદીવ્ઝમાં બર્થ-ડે સેલિબ્રેટ કર્યો બિપાશાએ
ADVERTISEMENT
બિપાશા બાસુએ તેનાં પતિ કરણ સિંહ ગ્રોવર અને દીકરી દેવી સાથે મૉલદીવ્ઝમાં બર્થ-ડે સેલિબ્રેટ કર્યો છે. મૉલદીવ્ઝને લઈને ગઈ કાલથી ઘણો વિવાદ ચાલી રહ્યો છે, પરંતુ તેઓ એ પહેલાંથી ત્યાં પહોંચી ગયાં હતાં. રવિવારે બિપાશાની ૪૫મી વરસગાંઠ હતી. તેણે ઇન્સ્ટાગ્રામ પર તેમના કેટલાક ફોટો શૅર કર્યા છે. આ ફોટોમાં કરણ અને બિપાશા કિસ કરી રહ્યાં છે. ફોટો શૅર કરીને બિપાશાએ કૅપ્શન આપી હતી કે ‘પર્ફેક્ટ બર્થ ડે. મને ફક્ત મારા બે બેબીઝ, સનશાઇન અને વૉટરની જરૂર છે.’
મેક્સિકન ડાયરી
પ્રિયંકા ચોપડા જોનસ હાલમાં તેના પતિ નિક જોનસ અને દીકરી માલતી મૅરી સાથે મેક્સિકોમાં છે. તે મેક્સિકોના કાબો સેન લુકાસમાં વેકેશન માણી રહી છે. તેમની સાથે તેની મમ્મી અને કેટલાક ફ્રેન્ડ્સ પણ જોડાયા છે. પ્રિયંકાએ તેની ફૅમિલી સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરતાં કૅપ્શન આપી હતી કે ‘મારા માટે મેં થોડો સમય કાઢ્યો છે. ૨૦૨૩ ખૂબ જ વ્યસ્ત હતું અને હું હજી પણ છું. હું ૨૦૨૪ને ફૅમિલીની સાથે પ્રેમ અને શાંતિપૂર્વક પસાર કરવા માગું છું. તમારા નિકટના લોકોને તમારી ક્લોઝ રાખો. જો આપણે એ કરી શકીએ તો આપણે નસીબદાર કહેવાઈશું. હૅપી ન્યુ યર.’


