એશા દેઓલના ભલે ડિવૉર્સ થઈ ગયા હોય, મમ્મી હેમા માલિનીએ દીકરીને આપી છે સોનેરી સલાહ
એશા દેઓલ અને હેમા માલિની
એશા દેઓલ હેમા માલિની અને ધર્મેન્દ્રની મોટી દીકરી છે. એશાએ પોતાના પ્રેમી ભરત તખ્તાણી સાથે લગ્ન કર્યાં હતાં, પરંતુ ૧૧ વર્ષ પછી તેમનું લગ્નજીવન તૂટી ગયું હતું. એશાએ તાજેતરમાં ખુલાસો કર્યો હતો કે મારી મમ્મી હેમા માલિનીએ મને આર્થિક રીતે સ્વતંત્ર રહેવા અને રોમૅન્સ ક્યારેય બંધ ન કરવાની સલાહ આપી છે.
એશાએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે ‘મારા ડિવૉર્સ પછી મમ્મીએ મને બહુ સપોર્ટ કર્યો છે અને મને સ્વતંત્ર રહેવાની તેમ જ જીવનમાંથી રોમૅન્સની બાદબાકી ન થઈ જાય એ વાતનું ધ્યાન રાખવાની સલાહ આપી છે. મમ્મીએ કહ્યું છે કે હંમેશાં આર્થિક રીતે સ્વતંત્ર રહેજે, ભલે તું કોઈ કરોડપતિ સાથે લગ્ન કેમ ન કરી લે. આર્થિક સ્વતંત્રતા દરેક વ્યક્તિ માટે જરૂરી છે. આપણે જીવનમાં ઘણી બધી વસ્તુઓ કરીએ છીએ – કામ, કાળજી અને બીજું બધું. જીવનમાં એક વસ્તુ ખૂબ જરૂરી છે અને ક્યારેય મરવી ન જોઈએ અને એ છે રોમૅન્સ. આ કંઈક એવું છે જે તારા પેટમાં પતંગિયા જેવો અનુભવ કરાવે છે, આ એ ભાવના છે જેને આપણે બધા ઇચ્છીએ છીએ.’

