Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Emergency Trailer: `હું જ કેબિનેટ છું` કંગનાની ઇમરજન્સીનું બીજું ટ્રેલર રિલીઝ

Emergency Trailer: `હું જ કેબિનેટ છું` કંગનાની ઇમરજન્સીનું બીજું ટ્રેલર રિલીઝ

Published : 06 January, 2025 02:39 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Emergency Trailer : બૉલિવૂડ એક્ટ્રેસ અને સાંસદ કંગના રણોતની મોસ્ટ અવેઇટેડ ફિલ્મ ઇમરજન્સીની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ દરમિયાન ફિલ્મનું બીજું ટ્રેલર રિલીઝ કરી દેવામાં આવ્યું છે.

કંગના રણોત

કંગના રણોત


કી હાઇલાઇટ્સ

  1. ઇમરજન્સીનું બીજું ટ્રેલર થયું રિલીઝ
  2. ઇન્દિરા ગાંધીના અવતારમાં જોવા મળી કંગના રણોત
  3. આ દિવસે સિનેમાઘરોમાં રિલીઝ થશે ફિલ્મ ઇમરજન્સી

Emergency Trailer : બૉલિવૂડ એક્ટ્રેસ અને સાંસદ કંગના રણોતની મોસ્ટ અવેઇટેડ ફિલ્મ ઇમરજન્સીની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ દરમિયાન ફિલ્મનું બીજું ટ્રેલર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. દેશમાં લાગેલી ઇમરજન્સીના સમયને કંગનાની આ ફિલ્મમાં દર્શાવવામાં આવશે. નાખો ફિલ્મ ઇમરજન્સીના ટ્રેલર પર એક નજર...


નવા વર્ષની મોસ્ટ અવેઇટેડ ફિલ્મ વિશે ઉલ્લેખ કરવામાં આવે તો તેમાં અભિનેત્રી અને સાંસદ કંગના રણોત (Kangana Ranaut)ની ફિલ્મ ઇમરજન્સીનું નામ સામેલ થશે. લાંબા સમયથી વિવાદોમાં રહેનારી ફિલ્મની રિલીઝનો માર્ગ મોકળો થઈ ગયો છે અને હવે મેકર્સ તરફથી કંગનાની આ ફિલ્મનું બીજું લેટેસ્ટ ટ્રેલર રિલીઝ કરી દેવામાં આવ્યું છે.



દેશના પૂર્વ પ્રધાનમંત્રીના સમયમાં લાગેલી ઇમરજન્સીના પીરિયડને ઇમરજન્સીમાં દર્શાવવામાં આવ્યું છે. તો નાખો એક નજર હવે આ ફિલ્મના લેટેસ્ટ ટ્રેલર (Emergency Trailer 2) પર.


ઇમરજન્સીનું વધુ એક રસપ્રદ અને ધમાકેદાર ટ્રેલર રિલીઝ
6 જાન્યુઆરીના ફિલ્મ ઇમરજન્સીનું વધુ એક નવું ટ્રેલર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. પૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીના પાત્રમાં કંગના રણોત પોતાનો દબદબો બતાવતી જોવા મળી રહી છે. 1 મિનિટ 50 સેકેન્ડ્સના આ બીજા ટ્રેલરને જોઈને એ સ્પષ્ટ થઈ ગયું છે કે ફિલ્મમાં ઇમરજન્સીની ઇનસાઈડ સ્ટોરી બતાવવામાં આવશે.


સાથે જ કઇ રીતે આ ભારતીય રાજનીતિ માટે આ મહત્વની હતી કે નહીં, આ વિશે પણ તમને ઇમરજન્સીમાં વધુ જોવા મળશે. સામાન્ય રીતે કહીએ તો કંગના રણોતની ફિલ્મનું આ ટ્રેલર ખૂબ જ શાનદાર અને બહેતરીન માનવામાં આવી રહ્યું છે અને આ ટ્રેલરે દર્શકોનો ઉત્સાહ હજી વધારે વધારી દીધો છે. સાથે જ હવે તે ઇમરજન્સીની રિલીઝ માટે પણ ઉત્સુક જોવા મળી રહ્યા છે, કંગના રણોત સિવાય આ ટ્રેલરમાં શ્રેયસ તલપડે, અનુપમ ખેર અને મિલિંદ સોમણની ઝલક જોવા મળી રહ્યા છે.

જ્યારે મહિમા ચૌધરી પણ આ ફિલ્મ સાથે મોટા પડદા પર કમબૅક કરતાં જોવા મળશે. સોશિયલ મીડિયા પર રિલીઝ સાથે જ ઇમરજન્સીનું ટ્રેલર ઝડપથી વાયરલ થઈ રહ્યું છે અને ચાહકો પણ આ ટ્રેલર પર લાઈક અને કોમેન્ટ કરી રહ્યાં છે.

ક્યારે રિલીઝ થશે ઇમરજન્સી?
ઇમરજન્સી ફિલ્મની રિલીઝને લઈને છેલ્લા ઘણાં સમયથી વિવાદ જોવા મળ્યો છે. પહેલા આ ફિલ્મ 14 જાન્યુઆરી 2024ના રોજ રિલીઝ થવાની હતી, પછી આને 6 સપ્ટમ્બરની તારીખ મળી, પણ સેન્સર બૉર્ડે આ ફિલ્મને લીલી ઝંડી આપી નહીં અને કેસ કૉર્ટમાં ગયો હવે આ ફિલ્મ 17 જાન્યુઆરી 2025ના રોજ મોટા પડદા પર રિલીઝ માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.

જણાવવાનું કે પંજાબના સિખ સમુદાય તરફથી ઇમરજન્સીને લઈને વાંધો ઉઠાવવામાં આવ્યો હતો, જેને કારણે કંગનાની ફિલ્મ કાયદાકીય અડચણોમાં અટવાઈ હતી.

Whatsapp-channel Whatsapp-channel

06 January, 2025 02:39 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK