Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ‘યુ-ટર્ન’ દ્વારા રિસ્ક લેતાં અને એક્સપરિમેન્ટ કરતાં શીખી છે એકતા કપૂર

‘યુ-ટર્ન’ દ્વારા રિસ્ક લેતાં અને એક્સપરિમેન્ટ કરતાં શીખી છે એકતા કપૂર

Published : 26 April, 2023 04:44 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ ફિલ્મ Zee5 પર આ શુક્રવારે રિલીઝ થઈ રહી છે.

એકતા કપૂર

એકતા કપૂર


એકતા કપૂરનું કહેવું છે કે તે તેની આગામી ફિલ્મ ‘યુ-ટર્ન’માંથી સતત એક્સપરિમેન્ટ્સ કરવાનું શીખી છે. આરિફ ખાન દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી આ ફિલ્મમાં અલાયા એફ. જોવા મળી રહી છે. આ ફિલ્મ Zee5 પર આ શુક્રવારે રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મને પ્રોડ્યુસ કરવા વિશે એકતા કપૂરે કહ્યું કે ‘મારી ‘યુ-ટર્ન’માંથી મને જો કોઈ મોટી શીખ મળી હોય તો એ છે કે હંમેશાં રિસ્ક લેવું અને એક્સપરિમેન્ટ્સ કરતાં રહેવું. એક પ્રોડ્યુસર તરીકે ભૂતકાળમાં જે પ્રકારની ફિલ્મ હિટ રહી હોય એને વળગીને રહેવું સહેલું છે. જોકે નવી વસ્તુ કરવી અને રિસ્ક લેવાથી એકદમ અલગ અને અસરકારક પ્રોડક્ટ મળી શકે છે. આ ફિલ્મમેકિંગ પ્રોસેસમાં મને કોલૅબરેશનનું મહત્ત્વ અને ડીટેલ્સ પર કેવી રીતે કામ કરવું એ પણ શીખવા મળ્યું છે. ચૅલેન્જને સ્વીકારવી અને અણધારી પરિસ્થિતિનો કેવી રીતે સામનો કરવો એ પણ જાણી શકાય છે.’


Whatsapp-channel Whatsapp-channel

26 April, 2023 04:44 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK