મનીષા કોઇરાલા હાલમાં જ સંજય લીલા ભણસાલીની ‘હીરામંડી : ધ ડાયમન્ડ બાઝાર’માં જોવા મળી હતી.
મનીષા કોઇરાલા
મનીષા કોઇરાલાએ ઍક્ટિંગમાં કરીઅર બનાવનારને સલાહ આપી છે કે પૈસા અને ગ્લૅમરને જોઈને ઇન્ડસ્ટ્રીમાં ન આવવું. મનીષા કોઇરાલા હાલમાં જ સંજય લીલા ભણસાલીની ‘હીરામંડી : ધ ડાયમન્ડ બાઝાર’માં જોવા મળી હતી. ઍક્ટિંગમાં કરીઅર બનાવવા માગતા લોકોને શું સલાહ આપવા માગે છે એ વિશે પૂછતાં મનીષા કહે છે, ‘હું હંમેશાંથી કહેતી આવી છું કે ઍક્ટિંગ માટેનો પ્રેમ, સિનેમા માટેનો પ્રેમ અને એને લગતી કોઈ પણ બાબતને પ્રેમ કરતા હો તો જ ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરવાનું સપનું જોવું. જો આ કારણ હશે તો તમારી સામે કોઈ પણ પરિસ્થિતિ આવશે, તમે એમાંથી બહાર નીકળી શકશો. ઘણા કલાકોની સખત મહેનત બાદ પણ તમારા ચહેરા પર સ્માઇલ હશે, કારણ કે તમે એ કામ કર્યું હશે જેને તમે પ્રેમ કરતા હો. જો એ કારણ નહીં હોય તો તમે ફક્ત પૈસા અને ગ્લૅમર પર ફોકસ કરશો. જો એના પર ફોકસ કરશો તો નિરાશા હાથ આવશે.’

