Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Do Aur Do Pyaar : હવે જાન્હવી કપૂરની ફિલ્મ સાથે ટકરાશે પ્રતિક ગાંધી અને વિદ્યા બાલનની ફિલ્મ

Do Aur Do Pyaar : હવે જાન્હવી કપૂરની ફિલ્મ સાથે ટકરાશે પ્રતિક ગાંધી અને વિદ્યા બાલનની ફિલ્મ

Published : 11 March, 2024 02:00 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Do Aur Do Pyaar Release Date : પ્રતિક ગાંધી અને વિદ્યા બાલન સ્ટારર `દો ઔર દો પ્યાર`ની રિલીઝ ડેટ બદલાઈ, હવે આ તારીખે રિલઝ થશે ફિલ્મ

`દો ઔર દો પ્યાર`નું પોસ્ટર (તસવીર સૌજન્ય : ઇન્સ્ટાગ્રામ)

`દો ઔર દો પ્યાર`નું પોસ્ટર (તસવીર સૌજન્ય : ઇન્સ્ટાગ્રામ)


વર્ષ ૨૦૨૪ શરુ થયાને હજી તો ત્રણ મહિના થયા છે ત્યાં સુધીમાં અનેક ફિલ્મો રિલીઝ થઈ છે અને મોટાભાગની ફિલ્મો હીટ પણ થઈ છે. તો બીજી તરફ આવનારા સમયમાં પણ બૉલિવૂડ (Bollywood)ના બીગ સ્ટાર્સને ચમકાવતી અનેક ફિલ્મો રિલીઝ થવાને આરે છે. ઘણી ફિલ્મોની રિલીઝ ડેટ જાહેર થઈ ગઈ છે તો ઘણાની જાહેર થવાની બાકી છે. ત્યારે ગુજરાતી હીરો પ્રતિક ગાંધી (Pratik Gandhi) અને બૉલિવૂડ ક્વિન વિદ્યા બાલન (Vidya Balan)ને ચમકાવતી ફિલ્મ `દો ઔર દો પ્યાર` (Do Aur Do Pyaar)ની રિલીઝ ડેટ (Do Aur Do Pyaar Release Date) બદલવામાં આવી છે. આ ફિલ્મમાં ઈલિયાના ડિક્રૂઝ (Ileana D`Cruz) અને સેંધિલ રામામૂર્તિ (Sendhil Ramamurthy) પણ છે.


આ વર્ષે જાન્યુઆરીમાં ફિલ્મ `દો ઔર દો પ્યાર`ની જાહેરાત રવામાં આવી હતી. એક મોશન પોસ્ટર શેર કરવામાં આવ્યું હતું અને કલાકારો સાથે રિલીઝની તારીખ જાહેર કરવામાં આવી હતી. ફિલ્મમાં વિદ્યા બાલન, ઇલિયાના ડીક્રુઝ, પ્રતિક ગાંધી અને સેંધિલ રામામૂર્તિ જેવા સ્ટાર્સ મહત્વની ભૂમિકામાં છે. આ રોમેન્ટિક થ્રિલર ૨૯ માર્ચ ૨૦૨૪ના રોજ રિલીઝ થવાની હતી. એક તરફ દર્શકો `ધ લવર્સ` (The Lovers) પર આધારિત ફિલ્મ `દો ઔર દો પ્યાર`ની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, તો બીજી તરફ તેની રિલીઝના ૧૮ દિવસ પહેલા ફિલ્મની તારીખ (Do Aur Do Pyaar Release Date) બદલવામાં આવી છે. હવે આ ફિલ્મ ૨૯ માર્ચે સિનેમાઘરોમાં નહીં આવે. આ ફિલ્મ આવતા મહિને એટલે કે એપ્રિલમાં રિલીઝ થશે.



આજે ફિલ્મની કાસ્ટ એન્ડ ક્રુએ નવું પોસ્ટર શૅર કરીને ફિલ્મ `દો ઔર દો પ્યાર`ની નવી રિલીઝ ડેટ જાહેર કરી છે. સાથે જ કૅપ્શનમાં લખ્યું છે કે, ‘પ્રેમ અણધાર્યો હોઈ શકે છે, પરંતુ તે તદ્દન માદક છે! દો ઔર દો પ્યાર ૧૯ એપ્રિલે સિનેમાઘરોમાં આવશે.’


 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Applause Entertainment (@applausesocial)


હવે ફિલ્મ `દો ઔર દો પ્યાર` ૨૯ માર્ચની બદલે ૧૯ એપ્રિલે રિલીઝ થશે.

અગાઉ, વિદ્યા બાલનની ફિલ્મ `દો ઔર દો પ્યાર`ની કરીના કપૂર (Kareena Kapoor), તબ્બુ (Tabu) અને કૃતિ સેનન (Kriti Sanon) અભિનીત ફિલ્મ `ક્રુ` (Crew) સાથે ટક્કર થવાની હતી, કારણ કે તે પણ ૨૯ માર્ચે રિલીઝ થઈ રહી છે. ટીઝર સામે આવ્યા બાદ આ ફિલ્મનો ક્રેઝ ઘણો વધી ગયો છે. આવી સ્થિતિમાં `ક્રૂ` સાથેની `દો ઔર દો પ્યાર` ટક્કરમાં પ્રતિક ગાંધી અને વિદ્યા બાલનની ફિલ્મ બૅકફાયર થઈ શકે છે. જોકે નવી રિલીઝ ડેટ ૧૯ એપ્રિલ મુજબ ફિલ્મ `દો ઔર દો પ્યાર` જાન્હવી કપૂર (Janhvi Kapoor) અને રાજકુમાર રાવ (Rajkummar Rao) અભિનીત `મિસ્ટર એન્ડ મિસિસ માહી` (Mr And Mrs Mahi) સાથે ટકરાશે. એટલે જોવાનું રહેશે કે, કઈ ફિલ્મ એક્કો સાબિત થાય છે.

Whatsapp-channel Whatsapp-channel

11 March, 2024 02:00 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK