Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > વૅનકુવરમાં યોજાયેલી દિલજિત દોસાંઝની કૉન્સર્ટમાં ધમાલ

વૅનકુવરમાં યોજાયેલી દિલજિત દોસાંઝની કૉન્સર્ટમાં ધમાલ

Published : 01 May, 2026 01:32 PM | IST | Vancouver
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કૅનેડાના વૅનકુરમાં યોજાયેલી જાણીતા પંજાબી ગાયક અને ઍક્ટર દિલજિત દોસાંઝની કૉન્સર્ટમાં ભારે ધમાલ મચી હોવાના રિપોર્ટ છે.

દિલજિત દોસાંઝ

દિલજિત દોસાંઝ


કૅનેડાના વૅનકુરમાં યોજાયેલી જાણીતા પંજાબી ગાયક અને ઍક્ટર દિલજિત દોસાંઝની કૉન્સર્ટમાં ભારે ધમાલ મચી હોવાના રિપોર્ટ છે. દિલજિતની ‘ઑરા 2026’ નામની આ લાઇવ ઇવેન્ટના કાર્યક્રમમાં કેટલાંક ઉગ્રવાદી તત્ત્વોએ ઘૂસી જઈને શો વચ્ચે જ ખલેલ પહોંચાડવાનું શરૂ કર્યું હતું. આ ઇવેન્ટ પુરબહારમાં જામી હતી ત્યારે અચાનક પ્રદર્શનકારીઓનું એક જૂથ ખાલિસ્તાની ઝંડા લહેરાવતું વેન્યુમાં ઘૂસી આવ્યું હતું. તેમણે ભારતવિરોધી નારા લગાવ્યા હતા અને દિલજિત દોસાંઝને પણ ટાર્ગેટ કર્યો હતો. પ્રદર્શનકારીઓએ દિલજિત દોસાંઝ પર રાજકીય પક્ષપાત કરવાનો આરોપ લગાવ્યો હતો અને તેને ભારતીય સંગઠનના એજન્ટ તરીકે દર્શાવતા નારા લગાવ્યા હતા. આ સમયે સ્થળ પર હાજર સુરક્ષા-કર્મચારીઓએ સ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પ્રદર્શનકારીઓએ સુરક્ષા-ઘેરો તોડીને અથડામણ કરી હતી. આને કારણે થોડા સમય માટે કૉન્સર્ટમાં વાતાવરણ બગડી ગયું હતું. જોકે પછીથી સુરક્ષાદળોએ ભારે મહેનત બાદ પરિસ્થિતિને કન્ટ્રોલમાં કરી લીધી હતી.


Whatsapp-channel Whatsapp-channel

01 May, 2026 01:32 PM IST | Vancouver | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK