બૅન્ગલોરનો ટ્રાફિક કુખ્યાત છે અને શુક્રવારે એ દીપિકાને પણ નડી ગયો હતો. એને પગલે દીપિકાએ ગાડી છોડીને મિત્રો સાથે કૉન્સર્ટના સ્થળે ચાલીને જવાનું નક્કી કર્યું હતું.
દીપિકા પાદુકોણ
ગઈ કાલના ‘મિડ-ડે’માં તમે વાંચ્યું કે મમ્મી બન્યા પછી દીપિકા શુક્રવારે પહેલી વાર જાહેરમાં, દિલજિત દોસાંઝની કૉન્સર્ટમાં દેખાઈ હતી. આ કૉન્સર્ટ બૅન્ગલોરમાં હતી અને એમાં પહોંચવા દીપિકા પાદુકોણે પોતાની કાર ત્યજી દેવી પડી હતી. બૅન્ગલોરનો ટ્રાફિક કુખ્યાત છે અને શુક્રવારે એ દીપિકાને પણ નડી ગયો હતો. એને પગલે દીપિકાએ ગાડી છોડીને મિત્રો સાથે કૉન્સર્ટના સ્થળે ચાલીને જવાનું નક્કી કર્યું હતું.

