૧૮૪૫ સ્કવેર ફીટના આ અપાર્ટમેન્ટની ખરીદીનું રજિસ્ટ્રેશન ૧૨ સપ્ટેમ્બરે એટલે કે દીપિકા મમ્મી બની એ પછી થયું છે
દીપિકા પાદુકોણ
દીપિકા પાદુકોણની કંપની કે. એ. એન્ટરપ્રાઇઝિસે તાજેતરમાં બાંદરા-વેસ્ટમાં ૧૭.૮ કરોડ રૂપિયાના ખર્ચે લક્ઝરી અપાર્ટમેન્ટ ખરીદ્યો છે. ૧૮૪૫ સ્કવેર ફીટના આ અપાર્ટમેન્ટની ખરીદીનું રજિસ્ટ્રેશન ૧૨ સપ્ટેમ્બરે એટલે કે દીપિકા મમ્મી બની એ પછી થયું છે. આ અપાર્ટમેન્ટ સાગર રેશમ કો-ઑપરેટિવ હાઉસિંગ સોસાયટીના પંદરમા માળે છે. દીપિકાનો અપાર્ટમેન્ટ તેની સાસુના અપાર્ટમેન્ટની બાજુમાં જ છે.
દીપિકા અને રણવીરે બાંદરામાં બૅન્ડસ્ટૅન્ડ પર શાહરુખના બંગલા મન્નતની નજીક ૧૦૦ કરોડ રૂપિયા કરતાં વધુની કિંમતે ક્વૉડ્રુપ્લેક્સ પણ ખરીદ્યો છે. આ યુગલે ૨૦૨૧માં અલીબાગમાં પણ બાવીસ કરોડ રૂપિયાની કિંમતે બગલો ખરીદ્યો હતો.