ક્રિસમસની તૈયારી કરી રહ્યો છે કુણાલ ખેમુ
ક્રિસમસની તૈયારી કરી રહ્યો છે કુણાલ ખેમુ
કુણાલ ખેમુ તેની દીકરી ઇનાયા નવમી ખેમુ સાથે મળીને ક્રિસમસની તૈયારી કરવા લાગ્યો છે. સોહા અલી ખાને ત્રણ ફોટો શૅર કર્યા છે. એક ફોટોમાં તે ઇનાયા સાથે મળીને ક્રિસમસ-ટ્રી ડેકોરેટ કરી રહ્યો છે. બન્ને ક્રિસમસ-ટ્રીને સજાવવામાં બિઝી છે. અન્ય ફોટોમાં ક્રિસમસ-ટ્રી છે અને ત્રીજા ફોટોમાં ઇનાયા ડ્રૉઇંગ કરી રહી છે. કોરોનાના કેરને કારણે લોકો તહેવારો પણ ખૂબ સીધી સરળ રીતે મનાવે છે. ક્રિસમસ-ટ્રી ડેકોરેટ કરતો કુણાલ અને ઇનાયાનો ફોટો ઇન્સ્ટાસ્ટોરી પર શૅર કરીને સોહાએ એને કૅપ્શન આપી હતી કે તૈયારી ચાલુ થઈ ગઈ છે. ક્રિસમસ વાઇબ્સ.

