રૂબીના દિલૈક માતા બનવા જઈ રહી છે. લગ્નના 5 વર્ષ બાદ અભિનેત્રીના ઘરમાં બાળકનો જન્મ થવાનો છે. તેણે ફોટોઝ શૅર કર્યા છે જેમા તે તેના પતિ અભિનવ શુક્લા સાથે જોવા મળી રહી છે.
રૂબીના દિલૈક અને અભિનવ શુક્લા
રૂબીના દિલૈક (Rubina Dilaik) માતા બનવા જઈ રહી છે. લગ્નના 5 વર્ષ બાદ અભિનેત્રીના ઘરમાં બાળકનો જન્મ થવાનો છે. રૂબીના દિલૈકની પ્રેગ્નેન્સીને લઈને છેલ્લા ઘણા સમયથી ચર્ચા થઈ રહી હતી. અને ચાહકો પણ ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા. આખરે રૂબીના દિલૈકે હાલમાં જ એક પોસ્ટ દ્વારા તેની પ્રેગ્નન્સીની જાહેરાત કરી છે. જે બાદ સોશિયલ મીડિયા પર ચાહકો તરફથી અભિનંદનનો વરસાદ વરસાવવામાં આવી રહ્યો છે.
રૂબીના દિલૈકે તેના ઈન્સ્ટાગ્રામ પર આ બાબતની તસવીરો શૅર કરીને લોકોને જાણ કરી છે. જેમાં તે તેના પતિ અભિનવ શુક્લા સાથે જોવા મળી રહી છે. રૂબીના અને અભિનવની આ તસવીર અમેરિકાની હોય એવું લાગી રહ્યું છે. જ્યાંથી હાલમાં જ વેકેશન બાદ કપલ પરત ફર્યું છે.
ADVERTISEMENT
રૂબીના દિલૈકે શૅર કરેલી તસવીરમાં રૂબીના દિલૈક બ્લેક કો-ઓર્ડ સાથે દેખાઈ રહી છે. જ્યારે તેનો પતિ અભિનવ શુક્લા પણ તેની બાજુમાં ઊભો રહીને કેમેરા માટે પોઝ આપતો જોવા મળી રહ્યો છે. એક તસવીરમાં અભિનવ રૂબીનાના બેબી બમ્પ પર હાથ રાખીને પોઝ આપતો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન દંપતીના ચહેરા પર માતા-પિતા બનવાની ખુશી સ્પષ્ટ દેખાઈ રહી છે. બાળકના આગમનને લઈને આ કપલ ખૂબ જ ઉત્સાહિત દેખાઈ રહ્યું છે.
આ બ્યુટીફુલ તસવીરો શૅર કરતી વખતે રૂબીનાએ કેપ્શનમાં લખ્યું હતું કે, `જ્યારથી અમે ડેટિંગ કરવાનું શરૂ કર્યું છે, અમે વચન આપ્યું હતું કે અમે સાથે દુનિયાની મુસાફરી કરીશું, પછી અમે લગ્ન કર્યા અને હવે એક પરિવાર તરીકે અમે ટૂંક સમયમાં નાનકડા યાત્રીનું સ્વાગત કરીશું.`
રૂબીના દિલૈકની આ પોસ્ટ હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે. ચાહકોથી લઈને સેલેબ્સ પણ આ કપલને તેમની નવી સફર માટે અભિનંદન આપી રહ્યા છે. તમને જણાવી દઈએ કે રૂબીના દિલૈકે 21 જૂન 2018ના રોજ અભિનવ શુક્લા સાથે લગ્ન કર્યા હતા. હવે આ અભિનેત્રી લગ્નના 5 વર્ષ પછી માતા બનવા જઈ રહી છે. ચાહકો ઘણા સમયથી આ શુભ સમાચારની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા.
રૂબીના દિલૈકે તો આજે પોતાના અભિનયથી બધાના દિલ જીતી લીધા છે. બિગ બોસ 14ની વિનર બન્યા બાદ અભિનેત્રીની લોકપ્રિયતા ઘણી વધી ગઈ છે. આ કપલ બિગ બોસના શૉ થકી જ એકબીજાને જાણી શક્યું છે. તેમ તેઓએ જ અગાઉ એક ઇંટરવ્યૂમાં જણાવ્યું હતું. અભિનેત્રીની ફેશન માટે પણ લોકો તેને ખૂબ પસંદ કરે છે. ચાહકોને રૂબીનાનો દરેક લુક ગમે છે. તે અવારનવાર પોતાની હૉટ તસવીરો ફેન્સ સાથે ઈન્સ્ટાગ્રામ પર શૅર કરે છે અને ચાહકો સાથે સતત જોડાયેલી રહે છે.

